Aapnu Gujarat
ગુજરાત

આતંકી હુમલાને સખત શબ્દોમાં વખોડી કાઢતાં પ્રદેશ અધ્યક્ષશ્રી જીતુભાઈ વાઘાણી

આતંકી હુમલાને સખત શબ્દોમાં વખોડી કાઢતાં પ્રદેશ અધ્યક્ષશ્રી જીતુભાઈ વાઘાણીએ જણાવ્યું હતું કે, આતંકવાદ સામે ભારત દેશ હંમેશા એક થઈને લડ્‌્યો છે. ભારત ક્યારેય આતંકવાદ સામે ઝુક્યું નથી અને ઝુકશે નહીં. આતંકીઓ પોતાના મનસુબા ક્યારેય સફળ થશે નહીં. આતંકીઓના આ હુમલાથી અમરનાથબાબાના શ્રદ્ધાળુઓની શ્રદ્ધામાં કોઈ ફરફ પડ્યો નથી. વધુ એક ટુકડી બર્ફાની બાબાની દર્શનાર્થે રવાના થઈ છે, એ જ બતાવે છે કે, “આતંક પર આસ્થાનો વિજય થયો છે.

પ્રદેશ અધ્યક્ષશ્રી જીતુભાઈ વાઘાણીએ વધુમાં જણાવ્યું હતું કે, જમ્મુ-કશ્મીરમાં અનંતનાગ ખાતે અમરનાથ યાત્રિકો ઉપર થયેલ હુમલામાં મૃત્યુ પામનાર યાત્રિકોના પરિવારજનોને રાજ્ય સરકાર તરફથી રૂ. ૧૦ લાખની સંવેદનાસભર જાહેરાત કરવામાં આવી છે. આ ઉપરાંત ઈજાગ્રસ્તોને રૂ. ૨ લાખની સહાય તથા તેમની સારવારનો તમામ ખર્ચ રાજ્ય સરકાર ભોગવશે. કેન્દ્ર સરકાર દ્વારા પણ મૃતકોના પરિવારજનોને રૂ. ૭ લાખ તેમજ ઈજાગ્રસ્તોને રૂ. ૧ લાખની સહાયની જાહેરાત કરવામાં આવી છે. આતંકીઓના હુમલા વચ્ચે બસમાં સવાર યાત્રીકોના જીવ બચાવવા માટે બસને સુરક્ષિત સ્થાન પર લઈ જનાર ડ્રાઈવર સલીમને વીરતા પુરસ્કાર મળે તે માટે રાજ્ય સરકાર દ્વારા કેન્દ્રમાં ભલામણ કરવામાં આવશે તેવી જાહેરાત મુખ્યમંત્રીશ્રી વિજયભાઈ રૂપાણીએ કરી હતી ભોગ બનનાર પરિવારજનોને તાત્કાલિક ધોરણે મદદ કરવા બદલ પ્રદેશ અધ્યક્ષશ્રી જીતુભાઈ વાઘાણીએ ગુજરાતની જનતા વતી કેન્દ્ર સરકાર તેમજ રાજ્ય સરકારનો આભાર વ્યક્ત કર્યો છે.

આતંકી હુમલા બાદ યાત્રિકોને તાત્કાલિક મદદ કરવા બદલ વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદી, રાષ્ટ્રીય અધ્યક્ષશ્રી અમિતભાઈ શાહનો ગુજરાત વતી આભાર વ્યક્ત કરતાં પ્રદેશ અધ્યક્ષશ્રી જીતુભાઈ વાઘાણીએ વધુમાં જણાવ્યું હતું કે, ઘટનાની જાણ થતાં જ વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીએ યુદ્ધનાં ધોરણે આ યાત્રિકોને તાત્કાલિક મદદ મળી રહે તેવી વ્યવસ્થા ગોઠવી હતી. ભોગ બનનાર યાત્રીકોને તાત્કાલિક મદદ મળી રહે તે માટે ગૃહ મંત્રાલય અને જમ્મુ-કશ્મીર સરકારને વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીએ યોગ્ય દિશા નિર્દેશ કર્યા હતા. જેના પગલે યાત્રિકોના મૃતદેહ તેમજ ઈજાગ્રસ્તો અને અન્ય યાત્રિકોને તાત્કાલિક મદદ મળી રહી હતી અને તેઓને એરફોર્સના વિશેષ વિમાન મારફતે માત્ર ૧૫ કલાકના ટુંકા ગાળામાં સુરત એરપોર્ટ ખાતે લાવી શકાયા હતા. ગુજરાતના પરિવારજનોને મદદ કરવા બદલ આ તબક્કે પ્રદેશ અધ્યક્ષશ્રી જીતુભાઈ વાઘાણીએ વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીનો દિલથી આભાર વ્યક્ત કર્યો હતો.

ભોગ બનનારને આજે સવારે એરફોર્સના વિશેષ વિમાન દ્વારા સુરત ખાતે લાવવામાં આવ્યા ત્યારે મુખ્યમંત્રીશ્રી વિજયભાઈ રૂપાણી, નાયબ મુખ્યમંત્રીશ્રી નીતિનભાઈ પટેલ, પ્રદેશ અધ્યક્ષશ્રી જીતુભાઈ વાઘાણી, પ્રદેશ મહામંત્રીશ્રી ભરતસિંહ પરમાર, સુરત શહેર અધ્યક્ષશ્રી નીતિનભાઈ ભજીયાવાલા સહિતના મહાનુભાવશ્રીઓ સુરત એરપોર્ટ ખાતે ખાસ હાજર રહી પરિવારજનો સાથે લાગણીપૂર્વક મૃતદેહો સ્વીકાર્યા હતા. ઉપરાંત ઈજાગ્રસ્તોના હાલ-ચાલ પુછી તેઓ ઝડપથી સ્વસ્થ થાય તેવી સંવેદના વ્યક્ત કરી હતી. બાદમાં મૃતકોના પરિવારજનોને સાંત્વના પાઠવવા પ્રદેશ અધ્યક્ષશ્રી જીતુભાઈ વાઘાણી, મંત્રીશ્રી ગણપતભાઈ વસાવા તેમજ મહામંત્રીશ્રી ભરતસિંહ પરમાર ઉદવાડા અને વલસાડ ખાતે પરિવારજનોને રૂબરૂ મળી સંવેદના વ્યક્ત કરી હતી.

માન. રાષ્ટ્રીય અધ્યક્ષશ્રી અમિતભાઈ શાહ તેમજ એન.ડી.એ.ના રાષ્ટ્રપતિ પદના ઉમેદવારશ્રી રામનાથ કોવિંદજીના સ્વાગત-સન્માન, પેજપ્રમુખ સંમેલન સહિતના તમામ કાર્યક્રમોનું આયોજન થઈ ચૂક્યું હતું. પરંતુ ગુજરાતના પરિવારજનો પર આવી પડેલી આફતને ધ્યાનમાં લઈને તેમના દુઃખમાં સહભાગી થવા મુખ્યમંત્રીશ્રી વિજયભાઈ રૂપાણી તેમજ માન. પ્રદેશ અધ્યક્ષશ્રી જીતુભાઈ વાઘાણીએ પક્ષના તમામ કાર્યક્રમો રદ્દ કરવાનો સંવેદનાસભર નિર્ણય લીધો હતો.

Related posts

અંબાજી ખાતે આગામી તા.૮ થી ૧૦ એપ્રિલ સુધી ત્રણ દિવસ નો ગબ્બર પરિક્રમા મહોત્સવ યોજાશે

aapnugujarat

સાબરકાંઠામાં શહીદોને શ્રદ્ધાંજલિ આપવાનો કાર્યક્રમ યોજાયો

aapnugujarat

ટામેટાંના ભાવમાં એક મહિનામાં ૬૦ ટકા ઘટાડો

aapnugujarat

Leave a Comment

UA-96247877-1