Aapnu Gujarat
ગુજરાત

ટામેટાંના ભાવમાં એક મહિનામાં ૬૦ ટકા ઘટાડો

એક મહિના પહેલાં ૫૦થી ૬૦ રૂપિયે કિલોના ભાવે વેચાતાં ટામેટાંના ભાવ હાલ ઘટીને રૂ. ૧૫થી ૨૦ની સપાટીએ પહોંચી ગયા છે. એટલું જ નહીં અમદાવાદના કાલુપુર અને જમાલપુરના હોલસેલ બજારમાં ટામેટાં ૧૦થી ૧૫ રૂપિયે કિલોના ભાવે વેચાઇ રહ્યાં છે. ઠંડીનો પારો વધુ નીચો જતાં પાક બગડવાની શક્યતાઓ પાછળ અપેક્ષા મુજબના ભાવ નહીં મળી શકે તેવા સેન્ટિમેન્ટ પાછળ બજારમાં આવક વધતાં ટામેટાંના ભાવમાં માત્ર એક જ મહિનામાં રૂ. ૪૦થી પણ વધુનો ઘટાડો જોવાઇ ચૂક્યો છે. એક મહિના પૂર્વે કર્ણાટક તથા દક્ષિણનાં રાજ્યોમાં પડેલા વરસાદના કારણે આવક ઘટતાં તથા પાકને નુકસાન થવાના કારણે ટામેટાંના ભાવમાં ઝડપી ઉછાળો નોંધાયો હતો અને એક તબક્કે ગુજરાત સહિત દેશભરના મોટા ભાગનાં રાજ્યોમાં રૂ. ૪૦થી ૬૦ની સપાટીએ ભાવ પહોંચી ગયા હતા, પરંતુ નાસિક બાજુથી આવકમાં વધારો થતાં ટામેટાંના ભાવમાં વધારો અટકેલો જોવા મળ્યો છે અને માત્ર એક જ મહિનાના ટૂંકા ગાળામાં ટામેટાંના ભાવ ૧૫થી ૨૦ રૂપિયાની સપાટીએ પહોંચી ગયા છે એટલું જ નહીં હોલસેલ બજારમાં રૂ. ૧૨થી ૧૫ના ભાવે જોવા મળી રહ્યા છે. માર્કેટયાર્ડના વેપારીના જણાવ્યા પ્રમાણે ટામેટાંની પુષ્કળ આવક છે તથા તેની સામે ઉપાડ ઓછો છે અને ઠંડીનો પારો વધુ નીચે જવાની શક્યતા પાછળ ખેડૂતો માલ બજારમાં ઠાલવી રહ્યા છે, જેના પગલે આગામી દિવસોમાં ભાવ ઘટીને રૂ. ૧૦થી ૧૨ની સપાટીએ છૂટકમાં જોવા મળે તેવી શક્યતા જોવાય છે.

Related posts

गुजरात में पहले चरण के लिए १७०३ फोर्म भरे गए

aapnugujarat

એન્જિનિયરિંગનો અભ્યાસ કરવા બેંગલુરુની યુનિ.માં ગયેલા વડોદરાના વિદ્યાર્થીની હત્યા

aapnugujarat

સ્લીપર સેલ, ભાંગફોડિયા તત્વની સામે ચાંપતી નજર

aapnugujarat

Leave a Comment

UA-96247877-1