Aapnu Gujarat
બિઝનેસ

જિયોને ટક્કર આપવા આઇડિયા આપી રહી છે ૧૬ રૂપિયામાં અનલિમિટેડ ડેટા

જ્યારથી જિયોએ ટેલિકૉમ ઇન્ડસ્ટ્રીમાં એન્ટ્રી કરી છે ત્યારથી ટેલિકૉમ ઇન્ડસ્ટ્રીના એક નવા યુગની શરૂઆત થઇ છે. જિયોને ટક્કર આપવા માટે ટેલિકૉમ કંપનીઓ દરરોજ નવી નવી ઑફર લોન્ચ કરી રહી છે. આ વચ્ચે હવે આઇડિયા પણ પોતાના પ્રી-પેડ યૂઝર્સ માટે નવો પ્લાન લોન્ચ કર્યો છે. જિયોને ટક્કર આપવા માટે આઇડિયા ૧૬ રૂપિયાનો નવો પ્લાન લોન્ચ કર્યો છે, જેમાં યૂઝર્સેને ૧ કલાકમાં અનિલિમિટેડ ડેટા આપવામાં આવશે.  આઇડિયાના આ પ્લાનનો લાભ તેના નવા યૂઝર્સ અને જૂના યૂઝર્સ બંને ઉઠાવી શકે છે. જોકે આ ઑફર હાલમાં દિલ્હીના ૩જી પ્રીપેડ યૂઝર્સ માટે છે.
થોડા સમય પહેલા આ જ રીતનો વૉડાફોન ઇન્ડિયાએ પ્લાન લોન્ચ કર્યો હતો, જેમાં યૂઝર્સને ૨૯ રૂપિયાના રિચાર્જ પર અનલિમિટેડ ડેટા આપવામાં આવી રહ્યો છે. પરંતુ આ ઑફર માત્ર રાતના ૧-૬ વચ્ચે જ મળશે. આ ઑફર માત્ર પ્રી-પેડ કસ્ટમર્સ માટે ઉપલબ્ધ છે. વૉડાફોન આ સુપરનાઇટ રિચાર્જ પેકમાં ૬ રૂપિયાથી ઓછામાં પ્રતિ કલાક અનલિમિટેડ ડેટા મળી રહ્યો છે.  જ્યારે જિયોની વાત કરવામાં આવે તો કંપની ૧૦ રૂપિયામાં પ્રતિદિનના હિસાબે ૧જીબી ડેટા આપી રહી છે.

Related posts

રોજગારીની તકો ઉભી કરવા પર બજેટમાં ખાસ ધ્યાન હશે

aapnugujarat

૬૪ બેંકોમાં ૧૧,૩૦૦ કરોડ રૂપિયા માટે કોઇ દાવેદાર નથી

aapnugujarat

बाजार में बढ़त, सेंसेक्स 125 अंक चढ़ा और निफ्टी 11033 के स्तर पर बंद

aapnugujarat

Leave a Comment

UA-96247877-1