Aapnu Gujarat
રાષ્ટ્રીય

આમ આદમીને નફાખોરીથી બચાવવા મોદી સરકારે બજારમાં ઉતાર્યા ૨૦૦ જાસૂસ!

સમગ્ર દેશમાં ૧ જુલાઇથી જીએસટી લાગુ કર્યા બાદ હવે કેન્દ્રની મોદી સરકારે આમ આદમીના ફાયદા માટે આશરે ૨૦૦ જેટલા જાસૂસોને બજારમાં ઉતાર્યા છે. આ જાસૂસ દેશના નાના-મોટા શહેરો અને ગામડાઓમાં ફરશે. આ જાસૂસ તેવા વેપારીઓ, હોલસેલર અને રિટેલરની ઓળખ કરશે જે નવા ટેક્સ માળખાનો ફાયદો ઉઠાવવાની કોશિશ કરી રહ્યા હશે.કેન્દ્ર સરકારે આ પગલુ ગત એક સપ્તાહ દરમિયાન અલગ-અલગ સ્થળોએથી નફાખોરી અંગેની મળેલી ફરિયાદ બાદ ઉઠાવ્યું છે. નવા ટેક્સ માળખાના કેન્દ્રમાં નફાખોરી રોકવાની જોગવાઇ છે અને જો નફાખોરી પર લગામ નહીં લગાવાય તો જીએસટીનો મુખ્ય હેતુ નિષ્ફળ જઇ શકે છે. કેન્દ્ર સરકારની તૈયારી મુજબ આ ૨૦૦ જાસૂસમાં સિનિયર આઇએએસ, આઇઆરએસ અને આઇએફએસ અધિકારીઓ પસંદ કરાયા છે. તેમને જવાબદારી સોંપાઇ છે કે તેઓ દેશમાં જુદા જુદા સ્થળોએ ફરીને ચીજવસ્તુઓની કિંમતોનો તાગ મેળવે.આ જાસૂસો માર્કેટમાં પ્રાઇસ ટ્રેંડ અંગે સરકારને સતત જાણકારી આપશે. આગામી દિવસોમાં આ જાસૂસો લેહથી લઇને લક્ષદ્વીપ અને ગંગાનગરથી ઇટાનગર સુધી દુકાનો પર વેચાઇ રહેલા સામાનની કિંમત જાણવા માટે ખરીદદારી કરી શકે છે.

Related posts

યોગીએ પ્રચારબંધીનો તોડ કાઢ્યોઃ મંદિરમાં હનુમાન ચાલીસાના પાઠ કર્યા

aapnugujarat

૧ જૂનથી વાહનોનો વીમો મોંઘો થશે

aapnugujarat

जायरा वसीम के ऐक्टिंग छोड़ने पर शिवसेना और भाजपा ने उठाए सवाल

aapnugujarat

Leave a Comment

UA-96247877-1