Aapnu Gujarat
તાજા સમાચારરાષ્ટ્રીય

આંતરરાષ્ટ્રીય સમુદાય આતંકને સમર્થન કરનાર પાક. ની એક સૂરમાં નિંદા કરેઃ વિદેશ મંત્રાલયના પ્રવકતા ગોપાલ બાગલે

ભારતે રવિવારે પાકિસ્તાનની સેનાના પ્રવકતા મેજર જનરલ આસિફ ગફૂરના સત્તાવાર ટિ્‌વટર હેડલથી કરવામાં આવેલા ટિ્‌વટનો જવાબ આપ્યો છે. ભારતે પાકિસ્તાન પર શાબ્દિક પ્રહાર કરતા કહ્યું કે, આતંકવાદને સમર્થન અને તેન સ્પોન્સર કરવા માટે આંતરરાષ્ટ્રીય સમુદાયે એક સૂરમા પાકિસ્તાનની નિંદા કરવી જોઇએ.
વિદેશ મંત્રાલયના પ્રવકતા ગોપાલ બાગલેએ રવિવારે ટિ્‌વટ કર્યું હતું કે, પહેલા, પાકિસ્તાનના વિદેશ મંત્રાલયના પ્રવકતા આતંકી સંગઠન લશ્કર-એ-તૈયબાની લખેલી વાત વાંચે છે. હવે પાકિસ્તાનના સીઓએસ બૂરહાન વાનીના ગુણગાન ગાઇ રહ્યાં છે. આતંકવાદને સમર્થન અને તેને સ્પોન્સર કરવા માટે આંતરરાષ્ટ્રીય સમુદાયે મળીને પાકિસ્તાનની નિંદા કરવી જોઇએ.
પાકિસ્તાની સેનાના પ્રવકતા મેજર જનરલ આસિફ ગફરે ટિ્‌વટ કર્યું હતું. જેમાં સેના ચીફ જનરલ કમર જાવેદ બાજવાએ કથિત રીતે ૮ જુલાઇએ હિઝબુલ આતંકી બૂરહાન વાનીની પ્રશંસા કરી હતી. ગફૂરે બાજવના હવાલાથી શનિવારે ટિ્‌વટ કર્યું હતું કે, કાશ્મીરીઓએ ખુદ નિર્ણય લેવાનો અધિકારી છે. ભારતના અત્યારની સામે બરહાન વાની અને પેઢીઓનું બલિદન તેમના સંકલ્પનું ઉદાહરણ છે.
જ્યારે પાકિસ્તાનના વડાપ્રધાન નવાઝ શરીફે પણ શનિવારે બૂરહાન વાનીને શ્રદ્વાંજલિ આપી હતી અને કહ્યું હતું કે, તેના મોતે કાશ્મીરીઓને ખુદને નિર્ણય લેવા માટે આંદોલનમાં વધુ જોશ પેદા કર્યો છે. ઉલ્લેખનીય છે કે, એક વર્ષ પહેલા આ દિવસે ભારતીય સુરક્ષા બળો સાથેની અથડામણમાં બૂરહાન વાની માર્યો ગયો હતો.

Related posts

કાર્તિ ચિદમ્બરમ સામે લુક આઉટ સરક્યુલર પર સ્ટે

aapnugujarat

પીએમ મોદીએ ઑટોગ્રાફ આપેલ યુવતી માટે મૂરતિયાઓની લાગી લાઈન!!

aapnugujarat

સરકારી સહાય ન લેવા માટે ૩૦૦૦ મદરેસાઓને દારૂલ ઉલુમનો આદેશ

aapnugujarat

Leave a Comment

UA-96247877-1