Aapnu Gujarat
બિઝનેસ

સૌથી ઝડપી ગતિએ વિકાસ સાધનારા અર્થતંત્રની યાદીમાં ભારત સૌથી ટોચના સ્થાને : હાર્વડ યુનિવર્સિટી

ભારતે આર્થિક મોરચે ચીનને પછાડ્યું છે. હાર્વર્ડ યુનિવર્સિટીના સેન્ટર ફોર ઈન્ટરનેશનલ ડેપેલપમેન્ટ (સીઆઈડી)ના અભ્યાસમાં જણાવ્યું છે કે ૨૦૨૫ સુધી સૌથી ઝડપી ગતિએ વિકાસ સાધનારા અર્થતંત્રની યાદીમાં ભારત સૌથી ટોચના સ્થાને બિરાજે છે. આ ગાળામાં ભારતીય અર્થતંત્ર સરેરાશ ૭.૭ ટકાના દરે પ્રગતી કરશે. આ માટે અનેક કારણો પણ દર્શાવવામાં આવ્યા છે.અભ્યાસમાં જણાવ્યા અનુસાર વૈશ્વિક વિકાસની ધૂંરા છેલ્લા કેટલાક વર્ષોમાં ચીનથી ખસીને ભારત પહોંચી ગઈ છે. આ ધૂંરા ૧૦ કરતાં વધુ વર્ષ ભારતમાં જ રહે તેવી શક્યતા છે. ભારતના ઝડપી વિકાસ દર માટે અનેક ક્ષેત્રોમાં વિવિધતા તેમજ ક્ષમતાઓના વધુ સારા ઉપયોગને જવાબદાર ગણાવવામાં આવ્યું છે. અહેવાલમાં ઉમેરવામાં આવ્યું હતું કે ભારતે તેના નિકાસો વિસ્તારમાં વધારો કર્યો છે. આમાં અનેક જટીલ ક્ષેત્રો જેમ કે કેમિકલ, વાહનો અને કેટલાક ખાસ ઈલેક્ટ્રોનિક ઉત્પાદનોનો સમાવેશ થાય છે.
અહેવાલમાં જણાવ્યું હતું કે ઓઈલ પર નિર્ભર અર્થવ્યવસ્થામાં પીછેહઠ સાંપડી છે. કારણ કે આ અર્થવ્યવસ્થા એક જ સંસાધન પર નિર્ભર છે. ભારત, ઈન્ડોનેશિયા અને વિયેતનામે વૈવિધ્ય માટે પોતાની નવી ક્ષમતાઓ વિકસિત કરી છે. આટલું નહીં અનેક પ્રકારના ઉત્પાદનોને લીધે આગામી વર્ષોમાં આ દેશોનો વિકાસ વેગવાન રહેવાની સંભાવના છે.સીઆઈડીએ વધુમાં કહ્યું હતું કે ભારત, તુર્કી, ઈન્ડોનેશિયા, યુગાન્ડા અને બલ્ગેરીયા જેવા ઝડપી વિકાસની સંભાવના ધરાવતા દેશો રાજકીય, સંસ્થાકીય, ભૌગોલિક અને વસતિ જેવા બધા જ ક્ષેત્રોમાં વૈવિધ્ય ધરાવે છે.

Related posts

ગ્રાહકોના જોરે પ્રીમિયમ કારની માંગ વધી

aapnugujarat

पिछले ३ वर्ष में महंगाई में बड़ी कमी : जेटली का दावा

aapnugujarat

બજેટમાં કૃષિ, સિંચાઈ અને સોઇલ હેલ્થ કાર્ડને મહત્વ મળશે

aapnugujarat

Leave a Comment

UA-96247877-1