Aapnu Gujarat
રાષ્ટ્રીય

પીએમ મોદીએ ઑટોગ્રાફ આપેલ યુવતી માટે મૂરતિયાઓની લાગી લાઈન!!

પશ્ચિમ બંગાળના મિદનાપુરમાં થયેલ ટેન્ટ અકસ્માતમાં વારંવાર બચી ગયેલ વિદ્યાર્થી રીતા મુદીએ કયારેય વિચાર્યું નહીં હોય કે તેઓ વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો ઓટોગ્રાફ મેળવી પોતાના ગામમાં સેલિબ્રિટી બની જશે. ક્રિશ્ચન કોલેજમાં સેકન્ડ ઇયરની સ્ટુડન્ટ છે. તેનું ગામ રાજધાની કોલકત્તાથી ૨૩૦ કિલોમીટર દૂર છે. ઓટોગ્રાફ મેળવ્યા બાદ તે ચર્ચાનો વિષય બની ગઇ છે અને તેની પાસે લગ્નના પ્રસ્તાવ આવવા લાગ્યા છે.
રીટા સાથે લગ્ન કરવા અત્યાર સુધીમાં બે માંગા આવી ચૂકયા છે અને તેના છેલ્લાં ૧૦ દિવસ ખૂબ જ ભાગદોડવાળા રહ્યાં છે. રીટાએ ગુરૂવારના રોજ અગ્રણી અખબાર સાથે વાત કરતાં કહ્યું કે એ દિવસે જ્યારે હોસ્પિટલમાં વડાપ્રધાન મોદી મારી પાસે આ્યા મેં તેમને કહ્યું કે હું તમને જોઇને ખૂબ જ ખુશ છું.
આપને જણાવી દઇએ કે ૧૬ જુલાઇના રોજ રીટા પોતાની માતા અને બહેનની સાથે પીએમ મોદીને સાંભળવા મિદનાપુર ગયા હતા. રીટા અને તેમનો પરિવાર એક ટેન્ટ નીચે બેઠો હતો તે તૂટી ગયો. તેમાં રીટા ઘાયલ થઇ ગઇ અને તેને હોસ્પિટલ લઇ જવામાં આવી. પીએમ મોદી રેલી બાદ હોસ્પિટલ પહોંચ્યા અને રીટા સહિત બીજા ઘાયલોની મુલાકાત કરી. રીટાએ કહ્યું કે મેં પીએમને ઓટોગ્રોફ માટે કહ્યું. મેં જોયું કે તેઓ થોડા ખચકાયા પરંતુ મેં ભારપૂર્વક કહ્યું. ત્યારબાદ પીએમ એ કાગળના એક ટુકડા પર લખ્યું કે રીટા મુદી તુમ સુખી રહો. નરેન્દ્ર મોદી.
રીટાએ કહ્યું કે આ ઘટનાના બીજા જ દિવસથી અમારા ઘરે લોકોની લાઇન લાગી. તેઓ તમામ ઓટોગ્રાફને જોવા માંગતા હતા.

Related posts

ब्रिटेन : नीरव मोदी की परेशानी बढ़ी, 17 अक्टूबर तक बढ़ी हिरासत

aapnugujarat

कृषि बिल विरोध पर बोले पीएम मोदी – बिचौलियों का साथ दे रहे हैं कुछ लोग, किसान रहे सतर्क

editor

કુમારસ્વામીની બુધવારે તાજપોશી

aapnugujarat

Leave a Comment

UA-96247877-1