Aapnu Gujarat
તાજા સમાચારરાષ્ટ્રીય

દેશમાં ચાઈનીઝ સોલર પેનલે બે લાખ નોકરીઓનો ભોગ લીધો…!!

દક્ષિણ આફ્રિકામાં ચાલી રહેલા બ્રિક્સ સંમેલનમાં ગુરુવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ચીનના રાષ્ટ્રપ્રમુખ શી જિનપિંગ વચ્ચે મુલાકાત યાજોઈ હતી. આ મુલાકાતમાં ભારત દ્વારા નિકાસનો મુદ્દો ઉઠાવવામાં આવ્યો છે. ભારત ચીનમાંથી ઘણાં મોટાપ્રમાણમાં માલસામાનની આયાત કરે છે. પરંતુ નિકાસનું પ્રમાણ ઘણું ઓછું છે. મોદી સરકાર ચીન સાથેના દ્વિપક્ષીય વેપારમાં આયાત-નિકાસમાં રહેલા અસંતુલનને ઘટાડવા ચાહે છે.
આગામી પહેલી અને બીજી ઓગસ્ટે ભારતનું એક ડેલિગેશન આ મામલા પર વાતચીત કરવા માટે ચીન પણ જવાનું છે. આ મુદ્દો એટલા માટે પણ મહત્વપૂર્ણ છે.. કારણ કે સંસદીય સમિતિના અહેવાલમાં ખુલાસો થયો છે કે દેશમાં ચાઈનીઝ સોલર પેનલને કારણે બે લાખ જેટલી નોકરીઓ સમાપ્ત થઈ ચુકી છે. સંસદીય સમિતિએ પોતાના રિપોર્ટમાં આગાહી કરી છે કે ચીનના માલસામાનની આયાતથી દેશના ઉદ્યોગો સંકટમાં પડે તેવી શક્યતા છે.
ચીનની સોલર પેનલના ડમ્પિંગને કારણે દેશમાં બે લાખ નોકરીઓ સમાપ્ત થઈ હતી. ૨૦૧૧-૧૨ સુધીમાં ભારત દ્વારા જર્મની, ફ્રાંસ, ઈટાલીને સોલર ઉપકરણોની નિકાસ કરવામાં આવતી હતી. પરંતુ ચીનના ડમ્પિંગને કારણે ભારતમાંથી સોલર ઉપકરણોની નિકાસ થંભી ગઈ છે. ચીનના કારણે ભારતમાં કપડા ઉદ્યોગને પણ મોટું નુકસાન પહોંચ્યું છે.
ચીનના સસ્તા પોલિએસ્ટર અને વિસ્કોસ જેવા કપડાને કારણે ભારતના ટેક્સટાઈલ ઉદ્યોગ સામે પડકાર છે. સસ્તી આયાતને કારણે સૂરત અને ભિવંડીના ૩૫ ટકા પાવરલૂમ યુનિટ બંધ થઈ ચુક્યા છે. ચીનના રમકડાં, દવાઓ અને સાઈકલ ઉદ્યોગે પણ ચીનના માલસામાનને નુકસાન પહોંચાડયું છે.
રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે ચીનના માલસામાનની ગુણવત્તા પર પણ સવાલ ઉઠાવવામાં આવ્યો છે. સોલર પેનલમાં ખતરનાક રસાયણ એન્ટિમનીનો ઉપયોગ થવાની વાત પણ કહેવામાં આવી છે.

Related posts

राहुल ने साझा किया प्रधानमंत्री का वीडियो, बोले कभी माफी नहीं मांगूगा

aapnugujarat

सीएम योगी पर टिप्पणी: गिरफ्तार पत्रकार को SC ने रिहा करने के दिए निर्देश

aapnugujarat

મહારાષ્ટ્ર સરકારને શિરડી ટ્રસ્ટ ૫૦૦ કરોડ આપશે

aapnugujarat

Leave a Comment

UA-96247877-1