Aapnu Gujarat
તાજા સમાચારરાષ્ટ્રીય

કાર્તિ ચિદમ્બરમ સામે લુક આઉટ સરક્યુલર પર સ્ટે

મદ્રાસ હાઈકોર્ટે પૂર્વ કેન્દ્રીય નાણામંત્રી પી ચિદમ્બરમના પુત્ર કાર્તી ચિદમ્બરમ સામે કેન્દ્ર સરકાર દ્વારા જારી કરવામાં આવેલા લુકઆઉટ સરક્યુલર (એલઓસી) પર સ્ટે મુકી દીધો હતો. આજે આ સ્ટે મુકવામાં આવતા કાર્તી ચિદમ્બરમને રાહત થઇ છે. જસ્ટિસ એમ દુરાઈસ્વામીએ એલઓસી પર સ્ટે મુક્યો હતો. કાર્તી અને તેમના અન્ય ચાર સાથી તરફથી ઉપસ્થિત રહેલા વરિષ્ઠ વકીલ ગોપાલ સુબ્રમણ્યમ અને સતીષ પરાશરણની દલીલો ઉપર સુનાવણી સાંભળ્યા બાદ જસ્ટિસ દુરાઈસ્વામીએ આ મુજબનો આદેશ કર્યો હતો. કેન્દ્રનું પ્રતિનિધિત્વ કરી રહેલા એડિશનલ સોલીસીટર જનરલ ઓફ ઇન્ડિયા જી રાજાગોપાલન દ્વારા પણ જોરદાર દલીલો કરવામાં આવી હતી. જજે ચોથી સપ્ટેમ્બર સુધી કાઉન્ટર એફિડેવિટ દાખલ કરવા કેન્દ્ર સરકારને આદેશ કર્યો હતો. અરજીમાં કાર્તિ ઉપર દબાણ લાવવાના પ્રયાસ થઇ રહ્યા છે. અરજીને ધ્યાનમાં લીધા વગર રાજકીય દબાણના કારણોસર લુકઆઉટ સરક્યુલર જારી કરવામાં આવ્યો હતો. કાર્તિ સામે એલઓસી ૧૬મી જૂનના દિવસે જારી કરવામાં આવ્યા બાદથી સકંજો મજબૂત કરવામાં આવી રહ્યો હતો. જે ચાર તેમના સાથી સામે એલઓસી જારી કરવામાં આવ્યું હતું તેમાં સીબીએન રેડ્ડી, રવિ વિશ્વનાથન, મોહનન રાજેશ અને એસ ભાસ્કરમનનો સમાવેશ થાય છે. તમામે બે જુદી જુદી અરજીમાં એલઓસીને પડકાર ફેંકીને અરજી કરી હતી. કાર્તિએ બ્યુરો ઓફ ઇમિગ્રેશન દ્વારા જારી કરવામાં આવેલા એલઓસીને રદ કરવાની માંગ કરી હતી અને કહ્યું હતું કે, સત્તાનો દુરુપયોગ કરવામાં આવ્યો છે. અધિકાર ક્ષેત્ર વગર સત્તાનો દુરુપયોગ કરાયો છે. તેમણે એમ પણ કહ્યું હતું કે, ૧૫મી જૂનના દિવસે બ્યુરો ઓફ ઇમિગ્રેશનને સીબીઆઈએ એક પત્ર જારી કર્યો હતો અને આગલા દિવસે જ એલઓસી જારી કરાઈ હતી. ત્યારબાદ બિનજરૂરીરીતે કાયદાકીય દુવિધા ઉભી કરવામાં આવી હતી. ૧૫મી મેના દિવસે એફઆઈઆર સાથેસંબંધિત મુદ્દો કાર્તી સામે આવ્યો હતો. કાર્તી સામે સમન્સ પણ જારી કરાયું હતું.

Related posts

CAA बात करते हुए बोली वित्तमंत्री- सरकार नागरिकता दे रही है

aapnugujarat

Pakistan permits PM Modi’s aircraft to fly over its airspace to Bishkek in Kyrgyzstan

aapnugujarat

Infiltration in J&K’s LoC after 6 years, 2 Terrorists killed in Gurez sector of Dras

aapnugujarat

Leave a Comment

UA-96247877-1