Aapnu Gujarat
રાષ્ટ્રીય

અન્નાદ્રમુકના બે જુથ એક થાય તેવા પ્રબળ એંધાણ

તમિળનાડુના પૂર્વ મુખ્યમંત્રી જયલલિતાના અવસાન બાદ બે ભાગમાં વિભાજિત થયેલી પાર્ટી ફરીએકવાર એક થઇ શકે છે. શશીકલાના ભત્રીજા દિનાકરણની સામે મુખ્યમંત્રી પલનીસામી અને પૂર્વ મુખ્યમંત્રી પનીરસેલ્વમ આ સપ્તાહમાં ફરી હાથ મિલાવી શકે છે. મુખ્યમંત્રી પલનીસામીના નેતૃત્વમાં એક દૂતે આજે ચેન્નાઈની ઓફિસમાં બેઠક યોજી હતી જેમાં શશીકલા અને તેમના ભત્રીજા દિનાકરણની પાર્ટીથી વિદાય માટેની સ્ક્રીપ્ટ લખવામાં આવી હતી. તમિળનાડુના પ્રધાન ડી જયકુમારે બંનેને સાથે લાવવાની વાત કરી છે. સાથે સાથે વિશ્વાસ વ્યક્ત કરતા કહ્યું છે કે, આના કારણે પાર્ટીને મજબૂતી આપવામાં ફાયદો મળશે. તમિળનાડુના મુખ્યમંત્રી પલનીસામીના નેતૃત્વમાં યોજવામાં આવેલી બેઠકમાં એક પ્રસ્તાવ પસાર કરવામાં આવ્યો હતો જેમાં કહેવામાં આવ્યું હતું કે, શશીકલાના સહાયક તરીકે દિનાકરણની નિમણૂંક પાર્ટીના પેટા નિયમની સામે છે. પાર્ટી ઓફિસ પર થયેલી બેઠકમાં કહેવામાં આવ્યું હતું કે, જયલલિતાએ ડિસેમ્બર ૨૦૧૧માં દિનાકરણને પાર્ટીના સભ્યપદેથી દૂર કરાયા હતા.

Related posts

नोटबंदी एक त्रासदी साबित हुई : राहुल गांधी

aapnugujarat

भारत में कोरोना की रफ्तार में आई कमी

editor

शशि थरूर बने पीएम मोदी के फैन, बोले-अच्‍छे काम की प्रशंसा होनी चाहिए

aapnugujarat

Leave a Comment

UA-96247877-1