Aapnu Gujarat
ગુજરાત

૫૦૦થી વધુ લોકોએ જમનાબાઇ હોસ્પિટલ ખાતે રોગ પ્રતિકારક શક્તિ વધારતા આયુર્વેદિક ઉકાળા વિતરણનો લાભ લીધો

જિલ્લા આરોગ્ય તંત્ર દ્વારા મોસમી રોગો સામે લોક આરોગ્યના રક્ષણ માટે આડઅસરરહિત આયુર્વેદિક પરંપરાઓનો વિનિયોગ કરવામાં આવી રહ્યો છે. તેના ભાગરૂપે આજથી જમનાબાઇ હોસ્પિટલ ખાતે સરકારી આયુર્વેદિક હોસ્પિટલના સહયોગથી ઔષધિય ઉકાળા વિતરણનો પ્રારંભ કરવામાં આવ્યો જેનો વિનામૂલ્યે લાભ શુક્ર અને શનિવારના રોજ નાગરિકો ઓપીડી વિભાગમાંથી સવારના ૯.૦૦ થી ૧૨.૦૦ વાગ્યા દરમિયાન લઈ શકશે. આજે ૫૦૦થી વધુ લોકોએ ઉકાળા વિતરણનો લાભ લીધો હતો. આયુર્વેદિક ઔષધિય પરંપરા પ્રમાણે ઔષધિય વનસ્પતિઓના સંમિશ્રણથી બનાવવામાં આવેલો આ ઉકાળો તાવ, સ્વાઇન ફ્લુ, ચીકનગુનીયા જેવા મોસમી રોગો સામે લડવાની શરીરની ક્ષમતામાં વધારો કરે છે. આ નિર્દોષ ઉકાળાની કોઇ આડઅસર થતી નથી અને બહુધા આબાલવૃધ્ધો તેનું સેવન કરી શકે છે. જમનાબાઇ હોસ્પિટલના સિવિલ સર્જનશ્રી દ્વારા લોકોને આ નિર્દોષ ઉકાળા વિતરણનો લાભ લેવા અનુરોધ કરવામાં આવ્યો છે.

Related posts

પ્રથમવાર નર્મદા ડેમની સપાટી 121.08 મીટરે પહોંચી

aapnugujarat

નરેશ પટેલે રાજકારણમાં જોડાવાનો નિર્ણય મોકૂફ રાખ્યો

aapnugujarat

ભીના કચરામાંથી બાયોગેસ બનાવી વેચાણ કરવા તૈયારી

aapnugujarat

Leave a Comment

UA-96247877-1