Aapnu Gujarat
ગુજરાત

વડોદરામાં તા. ૧૪ ઓગષ્ટે મુખ્યમંત્રીશ્રીની ઉપસ્થિતિમાં વિરાટ યુવા સંમેલન યોજાશે

સંસ્કારી નગરી વડોદરામાં રાજ્યકક્ષાના ૭૧માં સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી થનાર છે. સ્વાતંત્ર્ય પર્વ રાજ્ય મહોત્સવ નિમિત્તે મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણીની તા.૧૪ અને ૧૫ ઓગષ્ટના રોજ વિવિધ કાર્યક્રમોમાં ઉપસ્થિત રહેનાર છે. મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીની પ્રેરક ઉપસ્થિતિમાં તા. ૧૪ ઓગષ્ટના રોજ બપોરે ૧૨:૩૦ કલાકે પોલો મેદાન, વડોદરા ખાતે “યુવા સંમેલન”નું આયોજન કરવામાં આવ્યુ છે. આ સંમેલનમાં રાજ્યના શિક્ષણ વિભાગ દ્વારા વિવિધ યુનિવર્સિટીઓના કોલેજ તથા પોલીટેકનીક ૧૦ હજાર ઉપરાંત વિદ્યાર્થીઓને ટેબ્લેટનું વિતરણ કરવામાં આવનાર છે.

મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણીની ઉપસ્થિતિમાં યોજાનાર આ કાર્યક્રમ્ના સૂચારૂ અને અસરકારક આયોજન માટે શિક્ષણ વિભાગના અગ્રસચિવ શ્રીમતી અંજુ શર્મા, ટેકનીકલ શિક્ષણ નિયામકશ્રી કે.કે.નિરાલા, કલેકટર પી. ભારતીની ઉપસ્થિતિમાં બેઠક યોજાઇ હતી. આ યુવા સંમેલનમાં એમ.એસ.યુનિવર્સિટી, ગોવિંદ ગુરૂ યુનિવર્સિટી, પારૂલ યુનિવર્સિટી, ITM યુનિવર્સિટી, આઇ.ટી.આઇના વિદ્યાર્થીઓ વિશાળ સંખ્યામાં ઉપસ્થિત રહશે.

અત્રે ઉલ્લેખનીય છે કે ગુજરાતનુ યુવાધનને વૈશ્વિકજ્ઞાન સાથે જોડીને સશક્ત કરવા રાજ્ય સરકારે ધો-૧૨ બોર્ડની પરીક્ષામાં ઉત્તિર્ણ થઇ કોલેજો અને પોલીટેકનિકમાં પ્રવેશ મેળવનાર અંદાજે ૩ લાખ વિદ્યાર્થી-ભાઇ-બહેનોએ ફક્ત રૂ. ૧૦૦૦ની ટોકન કિંમતે ટેબલેટના ઉપયોગ દ્વારા વિદ્યાર્થીઓને વૈશ્વિક કક્ષાનું જ્ઞાન અને અધતન માહિતી સુલભ બનશે.

રાજય સરકારે રાજ્યના યુવાનો માટે અનેકવિધ યોજનાઓ અમલમાં મુકી છે એની જાણકારી આપતા શ્રીમતી અંજુ શર્માએ જણાવ્‍યું કે ચાલુ વર્ષે રાજ્ય સરકાર દ્વારા બજેટમાં ધો-૧૨ ઉત્તિર્ણ થનાર વિદ્યાર્થીઓને ટેબલેટ આપવાનો મહત્‍વાકાંક્ષી નિર્ણય કરવામાં આવ્યો છે. આ બેઠકમાં M.S. યુનિવર્સિટીના કુલપતિ પરિમલ વ્યાસ, ગોવિંદ ગુરૂ યુનિવર્સિટીના પાડલિયા શૈક્ષણિક સંસ્થાઓના પ્રતિનિધિઓ હાજર રહ્યા હતા.

Related posts

ગુજરાતમાં કિલર સ્વાઈન ફ્લુથી વધુ ૩ લોકોના મોત

aapnugujarat

મહિસાગરના પુલ પર રેલવે અકસ્માતમાં અજાણ્યા પુરૂષનું મરણ

aapnugujarat

ભાડજ પાસે ટ્રક સાથે કાર ટકરાતાં આગ લાગી : ત્રણ યુવકો ભડથું

aapnugujarat

Leave a Comment

UA-96247877-1