Aapnu Gujarat
ગુજરાત

પ્રથમવાર નર્મદા ડેમની સપાટી 121.08 મીટરે પહોંચી

ઉનાળા વચ્ચે રાજ્યના લોકો માટે સારા સમાચાર એ છે કે, ઉનાળા વચ્ચે રાજ્યના લોકોને પાણી માટે વલખા નહીં મારવા પડે. નર્મદા ડેમની સપાટીમાં વધારો કરવામાં આવ્યો છે. નર્મદા ડેમની સપાટીમાં વધારો થતા આપણા માટે આ સારા સમાચાર છે.
ઉપરવાસમાંથી પાણીની આવક વધતાં નર્મદાની ડેમની સપાટીમાં પણ વધારો થયો છે. વીજ માંગને કારણે મધ્ય પ્રદેશમાં બે ડેમના પાવર હાઉસ ધમધમ્યા છે એટલે કે તેમાં પાણીનો વધારો થયો છે. ઉપરવાસની જો વાત કરવામાં આવે તો ઉપરવાસમાંથી 22,386 ક્યુસેક પાણીની આવક થઇ છે જેના કારણે નર્મદા ડેમની સપાટીમાં વધારો કરવામાં આવ્યો છે. બે વર્ષ બાદ પ્રથમવાર ડેમની સપાટી 121.08 મીટરે પહોંચી છે.
ડેમમાં હાલ 1221.62 MCM લાઈવ સ્ટોરેજ પાણીનો જથ્થો છે. જેથી ઉનાળા વચ્ચે લોકો માટે આ સારા સમાચાર કહી શકાય છે બે વર્ષમાં પ્રથમવાર ડેમની સપાટી કેટલી વધતા અને લોકોને પાણી મળશે અને જરૂરિયાતો પાણી માટેની સંતોષાતા બીજી જગ્યાએ લોકોને પાણી માટે વલખા મારવા નહીં પડે.
જળ સપાટી વધતા ગુજરાત માટે પીવાના અને સિંચાઈના પાણી મળી રહેશે જેથી સારા સમાચાર કહી શકાય છે અગાઉના સમયમાં ચોમાસું ખેંચાય તો પણ આ પાણી સપાટી વધતા તેનો ફાયદો આપણને એટલે કે ગુજરાતના લોકોને થશે વીજ માંગ વધતાં ડેમના પાણીમાં વધારો થયો છે.

Related posts

CM has already ordered all civic bodies to repair roads, including internal roads, right after monsoon ends : Gujarat HM Jadeja

editor

લાલદરવાજા બસ ટર્મિનસમાં ગંદકી કરનાર પાસેથી AMTS દ્વારા દંડ વસૂલાશે

aapnugujarat

ગુજરાતમાં સતત બીજા દિવસે કોરોનાનાં શૂન્ય કેસ નોંધાયા

aapnugujarat

Leave a Comment

UA-96247877-1