Aapnu Gujarat
ગુજરાત

ગુજરાતમાં સતત બીજા દિવસે કોરોનાનાં શૂન્ય કેસ નોંધાયા

ચીન સહિત અન્ય દેશોમાં કોરોનાના નવા વેરિએન્ટને કારણે ઉભી થયેલી સ્થિતિ બાદ ભારત એલર્ટ થઈ ગયું હતું. દેશમાં કોરોના ન ફેલાય તે માટે સરકાર પણ સક્રિય થઈ ગઈ હતી. પરંતુ હવે લાગી રહ્યું છે કે ગુજરાતમાંથી કોરોના જતો રહ્યો છે. રાજ્યના સ્વાસ્થ્ય વિભાગે આપેલા આંકડા પ્રમાણે રાજ્યમાં આજે એકપણ કેસ નોંધાયો નથી. ૧૫ જાન્યુઆરીએ પણ રાજ્યમાં શૂન્ય કેસ સામે આવ્યા હતા. એટલે કે ગુજરાતમાં છેલ્લા બે દિવસથી કોરોના સંક્રમણનો એકપણ કેસ નોંધાયો નથી. રાજ્ય સરકારના સ્વાસ્થ્ય વિભાગે આપેલી માહિતી પ્રમાણે રાજ્યમાં છેલ્લા બે દિવસથી સતત એકપણ કેસ સામે આવ્યો નથી. એટલે શું ખરેખર રાજ્યમાં કોઈ કેસ નથી કે તહેવારો દરમિયાન કોરોના ટેસ્ટિંગ કરવામાં આવ્યા નથી. શું સરકારનો કોરોનાના આંકડા છુપાવવાનો કોઈ ખેલ તો નથીને? રાજ્યમાં ૧૫ જાન્યુઆરી ્‌ને ૧૬ જાન્યુઆરી સતત બે દિવસમાં કોરોનાના એક પણ કેસ સામે આવ્યા નથી.
ગુજરાતમાં આજની તારીખે કોરોનાા એક્ટિવ કેસ માત્ર ૧૧ છે. જેમાં દરેક દર્દી સ્ટેબલ છે. ગુજરાતમાં કોરોનાને કારણે અત્યાર સુધી ૧૧૦૪૩ લોકોના મૃત્યુ થયા છે. તો રાજ્યમાં કોરોનાની સારવાર બાદ ૧૨ લાખ ૬૬ હજાર ૫૬૧ લોકો સાજા થયા છે. રાજ્યનો રિકવરી રેટ ૯૯.૧૩ ટકા છે.
રાજ્યમાં કોરોના સામે વેક્સીનેશન અભિયાન ચાલી રહ્યું છે. આજે રાજ્યમાં ૭૯૫૪ લોકોએ કોરોનાની રસી લીધી છે. રાજ્યમાં અત્યાર સુધી કુલ ૧૨ કરોડ ૭૮ લાખ ૭૦ હજાર ૫૭૮ રસીના ડોઝ આપવામાં આવ્યા છે. જેમાં પ્રથમ, બીજો અને બૂસ્ટર ડોઝ સામેલ છે.

Related posts

વિધાનસભાના અધ્યક્ષશ્રી રાજેન્દ્રભાઇ ત્રિવેદીએ શહેરના ભીમ તળાવને ઊંડુ કરવાના કામનો પ્રારંભ કરાવ્યો

aapnugujarat

ओढव में डॉक्टर पर फायरिंग

aapnugujarat

उत्तरी गुजरात, सौराष्ट्र -कच्छ क्षेत्र में भारी वर्षा की संभावना

aapnugujarat

Leave a Comment

UA-96247877-1