Aapnu Gujarat
રાષ્ટ્રીય

૧ જૂનથી વાહનોનો વીમો મોંઘો થશે

માર્ગ અને પરિવહન મંત્રાલયે એક સૂચના જાહેર કરીને જણાવ્યું હતું કે મોટર વીમાના પ્રીમિયમમાં છેલ્લો ફેરફાર ૨૦૧૯-૨૦ માટે કરવામાં આવ્યો હતો. કોવિડ-૧૯ રોગચાળા દરમિયાન તેમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો ન હતો. હવે અલગ-અલગ એન્જિન કેપેસિટી માટે થર્ડ પાર્ટી ઈન્સ્યોરન્સનો દર વધારવામાં આવી રહ્યો છે. પ્રીમિયમના નવા દર ૧ જૂનથી લાગુ થશે. ૧,૦૦૦ સીસીથી ઓછી એન્જિન ક્ષમતાવાળા વાહનો માટે થર્ડ પાર્ટી વીમાનું પ્રીમિયમ ૨,૦૯૪ રૂપિયા નક્કી કરવામાં આવ્યું છે. ૨૦૧૯-૨૦માં આ રકમ ૨,૦૭૨ રૂપિયા હતી. એ જ રીતે, ૧,૦૦૦ ષ્ઠષ્ઠ થી ૧,૫૦૦ ષ્ઠષ્ઠ સુધીના વાહનો પર થર્ડ પાર્ટી વીમાનું પ્રીમિયમ ૩,૨૨૧ રૂપિયાથી વધારીને ૩,૪૧૬ રૂપિયા કરવામાં આવ્યું છે. જાેકે, ૧,૫૦૦ સીસીથી વધુના વાહનો માટે થર્ડ પાર્ટી ઈન્સ્યોરન્સ પ્રીમિયમમાં નજીવો વધારો થયો છે. તે બે વર્ષ પહેલા ૭,૮૯૦ રૂપિયાથી વધીને ૭,૮૯૭ રૂપિયા થઈ ગયો છે. ટુ વ્હીલર માટે થર્ડ પાર્ટી વીમા પ્રીમિયમ પણ બદલાશે. ૧ જૂનથી, ૧૫૦ સીસીથી ૩૫૦ સીસી સુધીની બાઈકનું પ્રીમિયમ રૂ. ૧,૩૬૬ હશે, જ્યારે ૩૫૦ સીસીથી વધુના એન્જિનનું પ્રીમિયમ હવે રૂ. ૨,૮૦૪ હશે. ૧,૦૦૦ ષ્ઠષ્ઠ કાર માટે લઘુત્તમ ત્રણ વર્ષનું લમ્પ-સમ પ્રીમિયમ હવે રૂ. ૬,૫૨૧ નક્કી કરવામાં આવ્યું છે, જ્યારે ૧,૦૦૦ ષ્ઠષ્ઠ થી ૧,૫૦૦ ષ્ઠષ્ઠની રેન્જવાળા વાહનો માટે ત્રણ વર્ષનું લમ્પ-સમ પ્રીમિયમ હવે રૂ. ૧૦,૬૪૦ રહેશે. જે વાહનોની એન્જિન ક્ષમતા ૧,૫૦૦ સીસીથી વધુ છે તેમને હવે ત્રણ વર્ષ માટે ૨૪,૫૯૬ રૂપિયાનું લઘુત્તમ લમ્પ-સમ પ્રીમિયમ ચૂકવવું પડશે. પાંચ વર્ષનું સિંગલ પ્રીમિયમ ૭૫ સીસીથી ઓછી એન્જિન ક્ષમતા ધરાવતી બાઈક માટે રૂ. ૨,૯૦૧ નક્કી કરવામાં આવ્યું છે, જ્યારે ૭૫ સીસી અને ૧૫૦ સીસી વચ્ચેની બાઇક માટે પાંચ વર્ષનું સિંગલ પ્રીમિયમ હવે રૂ. ૩,૮૫૧ રહેશે. એ જ રીતે, ૧૫૦ સીસીથી વધુ અને ૩૫૦ સીસીથી ઓછા દ્વિચક્રી વાહનો માટે ૭,૩૬૫ રૂપિયાનું પ્રીમિયમ લેવામાં આવશે, જ્યારે ૩૫૦ સીસીથી વધુના દ્વિચક્રી વાહનો માટે ૧૫,૧૧૭ રૂપિયા વસૂલવામાં આવશે. સરકારે ખાનગી ઈ-કાર માટે થર્ડ પાર્ટી ઈન્સ્યોરન્સ પ્રીમિયમ પણ નક્કી કર્યું છે. હવે ૩૦ ાઉ સુધીની ક્ષમતા ધરાવતી ઈ-કાર માટે ત્રણ વર્ષનું પ્રીમિયમ ૫,૫૪૩ રૂપિયા હશે. તેવી જ રીતે, ૩૦ ાઉ અને ૬૫ ાઉ વચ્ચેની ઈ-કાર માટે ત્રણ વર્ષનું પ્રીમિયમ ૯,૦૪૪ રૂપિયા વસૂલવામાં આવશે. ૬૫ ાઉ થી વધુની ક્ષમતા ધરાવતી ઈ-કાર માટે હવે ત્રણ વર્ષનું પ્રીમિયમ ૨૦,૯૦૭ રૂપિયા વસૂલવામાં આવશે. ૩ ાઉ ક્ષમતાવાળા ઈ-સ્કૂટર્સ માટે પાંચ વર્ષનું સિંગલ પ્રીમિયમ ૨,૪૬૬ રૂપિયા નક્કી કરવામાં આવ્યું છે, જ્યારે ૩ ાઉ થી ૭ ાઉ ક્ષમતાવાળા ઈ-સ્કૂટર્સ માટે પ્રીમિયમ રૂપિયા ૩,૨૭૩ રહેશે. એ જ રીતે ૭ ાઉ થી ૧૬ ાઉ ની ક્ષમતા ધરાવતા દ્વિચક્રી વાહનોને પાંચ વર્ષ માટે ૬,૨૬૦ રૂપિયાનું પ્રીમિયમ મળશે જ્યારે ૧૬ ાઉ થી વધુની ક્ષમતા ધરાવતા વાહનોને ૧૨,૮૪૯ રૂપિયાનું પ્રીમિયમ ચૂકવવું પડશે.કાર સહિત અન્ય ડ્રાઇવરો માટે આ મોટા સમાચાર છે. ૧ જૂન, ૨૦૨૨ થી, તમારી કારની વીમા કિંમત વધશે. કેન્દ્ર સરકારે બુધવારે થર્ડ પાર્ટી મોટર વાહન વીમાના પ્રીમિયમ દરમાં વધારો કર્યો છે. હવે કારના એન્જિન પ્રમાણે વધુ રકમ ચૂકવવી પડશે.

Related posts

રેપ પીડિતનું મૌન સંબંધની સહમતિ માટે આધાર નથી : દિલ્હી હાઈકોર્ટ

aapnugujarat

વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને અમિત શાહ વિરૂદ્ધ આચારસંહિતા ભંગની અરજી

aapnugujarat

યશવંત સિન્હાએ પોલિટિકલ એક્શન ગ્રુપ ‘રાષ્ટ્ર મંચ’ની શરૂઆત કરી

aapnugujarat

Leave a Comment

UA-96247877-1