Aapnu Gujarat
રાષ્ટ્રીય

સરકારે નિકાસ બંધ કરાતા ઘઉંમાં ૬૦ અને રાયડામાં ૫૩નો ઘટાડો નોંધાયો

સરકારે ઘઉંની નિકાસ સ્થગિત કરતા છેલ્લા ૧૦ દિવસમાં પ્રતિ મણે રૂ.૬૦નો ઘટાડો થયો છે સારી ગુણવત્તાના ઘઉંનાં રૂ.૫૮૦થી ૬૩૦ના ભાવ હતા તે ઘટીને રૂ.૫૪૦થી ૫૭૦ થઈ ગયા છે. જ્યારે થોડી હલકી ગુણવત્તાના રૂ.૪૩૦થી ૪૯૦ હતા. જે રૂ.૩૯૦થી ૪૪૦ થયા છે. તે જ રીતે રાયડાના ભાવ પર પણ અસર પડી છે. જેમાં ૧૫ દિવસ પહેલા રાયડાના રૂ.૧૨૪૦થી ૧૩૭૦ના ભાવ હતા જે ઘટીને રૂ.૧૨૧૦થી ૧૨૧૭ના ભાવ થયા છે એટલે કે રૂ.૫૩નો ઘટાડો થયો છે. અંશતઃ અસર દિવેલાના ભાવ પર પણ પડી છે. જેમાં રૂ.૧૪૮૦થી૧૫૪૦ સુધીના ભાવ હતા જે ઘટીને રૂ.૧૪૭૦થી ૧૫૧૦ સુધીના થઈ ગયા છે એટલે રૂ.૩૦નો ઘટાડો થયો છે. તેવું માર્કેટયાર્ડના સેક્રેટરી નરસિંહભાઈ ચૌધરીએ જણાવ્યું હતું. હવે ઘઉં અને રાયડામાં ભાવ વધવાની શક્યતા નથી પરંતુ દિવેલાનું ઉત્પાદન ઓછું છે એટલે દિવેલાના ભાવ વધઘટ અંગે સ્થિતિ હજુ સ્પષ્ટ થઇ નથી. પરંતુ ભાવ કરતા દિવેલાની આવકમાં મોટો ઘટાડો થયો છે. બીટી કપાસના વાવેતર માટેનો સમયગાળો નજીક આવ્યો છે ત્યારે બીટી કપાસના રેકોર્ડ બ્રેક રૂ.૨૫૦૦ સુધીના ભાવ મળ્યા હોવાથી આ વખતે બીટી કપાસનું વાવેતર વધશે દિવેલાના ભાવ પણ સારા મળ્યા છે પરંતુ તેનું વાવેતર ચોમાસામાં વરસાદ કેવો થાય છે તેના પર ર્નિભર રહેશે જ્યારે રાયડો અને ઘઉંનું વાવેતર રવી સીઝનમાં થતું હોવાથી તે સમયેની સ્થિતિ પર ર્નિભર રહેશે તેવું ખેતીના જાણકાર સૂત્રોએ જણાવ્યું હતુંઆસમાને આબેલી મોંઘવારી ઘટાડવા માટે સરકારે પગલાં લીધા છે જેમાં ઘઉંની નિકાસ પર પ્રતિબંધ મુકતાં અને સૂર્યમુખી તેલની આયાત ડ્યૂટી દૂર કરતા તેની સીધી અસર ખેત પેદાશોના ભાવ પર પડી છે જેમાં પાટણ, હારિજ સહિતના માર્કેટયાર્ડોમાં રાયડો અને ઘઉંનાં ભાવ ઘટવા માંડ્યા છે. જેના કારણે માર્કેટયાર્ડોમાં આવક ઉપર પણ અસરો પડી રહી છે. પરંતુ આ વખતે ખેડૂતોને સિઝનમાં રાયડો, ઘઉં અને દિવેલામાં ભાવ દર વર્ષની સરખામણીએ ઉત્તમ મળ્યા છે.

Related posts

આતંકવાદી હવે શરણે થવાના બદલે મોત પસંદ કરી રહ્યા છે

aapnugujarat

झूठ बोलना आम आदमी पार्टी का संस्कार है : मनोज तिवारी

aapnugujarat

શત્રુઘ્ન હવે કોંગ્રેસ પાર્ટીમાં સામેલ થશે

aapnugujarat

Leave a Comment

UA-96247877-1