Aapnu Gujarat
તાજા સમાચારબિઝનેસ

રોજગારીની તકો ઉભી કરવા પર બજેટમાં ખાસ ધ્યાન હશે

કેન્દ્રિય નાણાંપ્રધાન તરીકેની જવાબદારી સંભાળી ચુકેલા પિયુશ ગોયલ પહેલી ફેબ્રુઆરીના દિવસે વચગાળાનુ બજેટ રજૂ કરનાર છે ત્યારે બજેટમાં ક્યા ક્યા પગલા લેવામાં આવનાર છે તેના પર તમામનુ ધ્યાન કેન્દ્રિત થઇ ગયુ છે. બજેટમાં રોજગારીની વધુ તક ઉભી કરવાના મામલે મુખ્ય ધ્યાન કેન્દ્રિત કરવામાં આવનાર છે. જાણકાર લોકોનુ કહેવુ છે કે વચગાળાનુ બજેટ ઐતિહાસિક સાબિત થાય તેવી શક્યતા છે. બજેટમાં જવાનો, યુવાનો, ખેડુતો અને કર્મચારીઓ પર ખાસ ધ્યાન આપવામાં આવનાર છે. નરેન્દ્ર મોદી સરકારે બજેટને લોકલક્ષી બનાવવા માટે તૈયારી કરી છે.નિષ્ણાંતો કહી રહ્યા છે કે નોટબંધી અને જીએસટી બાદ સામાન્ય લોકોની તકલીફને ઓછી કરવા અને વધારે રાહત આપવા માટે બજેટમાં ઇન્ડસ્ટ્રીઝ અને ખેડુતો પર ખાસ ધ્યાન આપવામાં આવનાર છે. તેમની અપેક્ષાને પૂર્ણ કરવા માટે જુદા જુદા સેક્ટરોના પ્રતિનિધીઓ પોત પોતાની રજૂઆત કરી ચુક્યા છે. અગાઉ ક્યારેય નહી લેવામાં આવેલા પગલા હવે લેવાઇ રહ્યા છે. ગરીબ વર્ગને વધારે પ્રાથમિકતા બજેટમાં આપવામાં આવનાર છે. એક વર્ષમાં જન ધન યોજના હેઠળ રેકોર્ડ ૧૭ કરોડ બેંક ખાતાઓ ખોલી દેવામાં આવ્યા છે. ૧૨ કરોડ લોકોને ૧૨ રૂપિયાની ચુકવણી કરીને અકસ્માત માટે વીમા હેઠળ જોડી દેવામાં આવ્યા છે. ટેક્સ ટાઇલ, એન્જિ., મેન્યુફેકચરિંગ, પ્રોસેસિંગ, પંપ મોટર્સ સહિતના ક્ષેત્રો દ્વારા તેમની રજૂઆત કરવામાં આવી ચુકી છે. સરકાર બજેટમાં મુખ્યરીતે સુધારા પર ધ્યાન કેન્દ્રિત કરનાર છે. એલપીજી સબસિડી છોડી દેવા પર પણ ધ્યાન આપવામાં આવે તેવી શક્યતા છે. દેશમાં સામાન્ય લોકો બજેટને લઇને ઉત્સુકત છે. હિન્દી પટ્ટાના ત્રણ રાજ્યો રાજસ્થાન, મધ્યપ્રદેશ અને છત્તિસગઢમાં કોંગ્રેસની સામે ભાજપની હાર થયા બાદ સરકારની ચિંતા વધી ગઇ છે. સાથે સાથે યુવાનો રોજગારીને લઇને પરેશાન દેખાઇ રહ્યા હતા. આવી સ્થિતીમાં વર્તમાન સરકારના અંતિમ બજેટમાં મોદી સરકાર તમામ વર્ગને પ્રભાવિત કરવાના ઇરાદા સાથે બજેટ રજૂ કરી શકે છે. બજેટ સત્ર દરમિયાન પણ સંકેત મળી શકે છે. રોજગારીને લઇને નિરાશાજનક ચિત્ર રહ્યુ છે. રોજગારીના મોરેચે સરકારને અનેક પહેલ કરવાની તાકીદની જરૂરીયાત દેખાઇ રહી છે. હાલની ચૂંટણીમાં કોંગ્રેસ પાર્ટીના પ્રમુખ રાહુલે રોજગારી, જીએસટી, નોટબંધીથી પરેશાન લોકોના મુદ્દે મોદી પર પ્રહારો કર્યા હતા.
(અનુસંધાન નીચેના પાને)

Related posts

સેવા બેંક હવે ડિજિટલ ફાય. સોલ્યુશન પૂરૂ પાડવા તૈયાર

aapnugujarat

ધોરણ-૧૨ સાયન્સનું ૭૨.૯૯ ટકા રિઝલ્ટ : ૧૩૬ને A1 ગ્રેડ

aapnugujarat

आईटी नेटवर्क तैयार नहीं, अभी लागू नहीं करे जीएसटीः एसोचैम

aapnugujarat

Leave a Comment

UA-96247877-1