Aapnu Gujarat
ગુજરાત

પશુપાલન-ગૌસંવર્ધન રાજ્યમંત્રીશ્રી ખાબડના અધ્યક્ષપદે રાજપીપલા ખાતે જિલ્લા આયોજન સમિતિની યોજાયેલી સૌ પ્રથમ ઇન્ટ્રોડકટરી બેઠક

ગુજરાતના પશુપાલન અને ગૌસંવર્ધન રાજ્યમંત્રીશ્રી અને નર્મદા જિલ્લાના પ્રભારી મંત્રીશ્રી બચુભાઇ ખાબડના અધ્યક્ષસ્થાને આજે નર્મદા જિલ્લાના મુખ્યમથકે રાજપીપલામાં જિલ્લા પંચાયતના સભાખંડ ખાતે યોજાયેલી જિલ્લા આયોજન સમિતિની બેઠકમાં ગત ફેબ્રુઆરી- ૨૦૧૭ માં રચાયેલી જિલ્લા આયોજન સમિતિના સભ્યોની નિમણૂંકને બહાલી અપાઇ હતી.  ગુજરાતના વન અને આદિજાતિ વિકાસના રાજ્યમંત્રીશ્રી શબ્દશરણભાઇ તડવી, સંસદસભ્યશ્રી મનસુખભાઇ વસાવા, ધારાસભ્યશ્રી મોતિસિંહ વસાવા, જિલ્લા પંચાયત પ્રમુખ શ્રીમતી રૂચિકાબેન વસાવા, જિલ્લા કલેક્ટરશ્રી આર.એસ. નિનામા, જિલ્લા વિકાસ અધિકારીશ્રી ડૉ. રણજીતકુમાર સિંહ, જિલ્લા આયોજન સમિતિના સભ્ય સચિવશ્રી જે.આર.પટેલ વગેરેની ઉપસ્થિતિમાં આજે યોજાયેલી જિલ્લા આયોજન સમિતિની સૌપ્રથમ ઇન્ટ્રોડકટરી બેઠકમાં આ સમિતિએ તેનો કાર્યારંભ કર્યો છે, જેમાં જિલ્લા પંચાયત અને નગરપાલિકાના આગામી પંચવર્ષીય અને વાર્ષિક વિકાસ પ્લાન સત્વરે અને ઝડપથી તૈયાર કરવાની મંત્રીશ્રી બચુભાઇ ખાબડે સૂચના આપી હતી.

        નર્મદા જિલ્લા પંચાયત અને રાજપીપલા નગરપાલિકા દ્વારા ઉક્ત વિકાસ પ્લાન તૈયાર થયેથી સમિતિના સહઉપાધ્યક્ષ અને જિલ્લા કલેક્ટરશ્રી આર.એસ.નિનામા સમક્ષ તે રજુ કરાશે, જેની જરૂરી ચકાસણીના અંતે સદરહું પ્લાન સમિતિના અધ્યક્ષશ્રીના નિરીક્ષણ માટે મુકીને હવે પછી મળનારી જિલ્લા આયોજન સમિતિની બેઠકની સમિતિમાં વિશેષ ચર્ચા-વિચારણા અને છણાવટ કરીને સમિતિ દ્વારા તેની બહાલી આપવાની સાથોસાથ આગળની જરૂરી કાર્યવાહી બાદ રાજ્ય સરકારમાં આ વિકાસ પ્લાન મોકલી અપાશે તેવી જ રીતે રાજ્ય સરકાર દ્વારા પણ આ વિકાસ પ્લાનને મંજુર કરીને સમગ્ર રાજ્યનો સંકલિત સ્ટેટ ડેવલપમેન્ટ પ્લાન કેન્દ્રના નીતિ આયોગ સમક્ષ મુકવામાં આવશે. આ સંદર્ભે નીતિ આયોગની સૂચના અને માર્ગદર્શન હેઠળના જરૂરી સુધારા-વધારા સાથે તેના અમલ માટે રાજ્ય સરકારને સુચિત કરાશે અને ત્યારબાદ તેને સંબંધિત જિલ્લાની જિલ્લા આયોજન સમિતિમાં રજુ કરીને તેના જરૂરી અમલ માટે અમલીકરણ અધિકારીઓને સૂચના અપાશે.

        અત્રે એ ઉલ્લેખનીય છે કે, રાજ્ય સરકારના જુદાજુદા લાઇન ડિપાર્ટમેન્ટના સંબંધિત વિભાગો તરફથી ફાળવવામાં આવતા વિકાસકીય અનુદાન અંતર્ગત જિલ્લાની ઉક્ત સમિતિ તેનું પંચવર્ષીય અને વાર્ષિક આયોજન હાથ ધરશે. વધુમાં એ બાબત નોંધવી જરૂરી છે કે, જિલ્લા આયોજન મંડળ અને જિલ્લા આયોજન સમિતિના ફોરમ અલાયદા છે અને આ બંને ફોરમની કામગીરી પણ અલાયદી છે.     અંતમાં જિલ્લા આયોજન અધિકારીશ્રી જે.આર.પટેલે આભારદર્શન કર્યું હતું.

Related posts

ડભોઈ પંથકમાં કમૌસમી વરસાદ

editor

મહેસાણામાં પીઆઈની પરીક્ષા શાંતિપૂર્ણ રીતે સંપન્ન

editor

સગર્ભા અને ધાત્રી માતાઓમાં પોષણ સ્થિતિ સુધારવા પોષણ સુધા યોજના  આશીર્વાદરૂપ : મહિલા બાળ વિકાસ રાજ્યમંત્રી નિર્મલાબેન વાધવાણી

aapnugujarat

Leave a Comment

UA-96247877-1