Aapnu Gujarat
ગુજરાત

મહેસાણામાં પીઆઈની પરીક્ષા શાંતિપૂર્ણ રીતે સંપન્ન

ગુજરાત જાહેર સેવા આયોગ – ગાંધીનગર દ્વારા રવિવારે પોલીસ ઈન્સ્પેક્ટર (બિન હથિયારધારી) વર્ગ – રની ભરતી માટે લેખિત પરીક્ષા રાજ્યભરમાં યોજાઈ હતી જે અંતર્ગત મહેસાણા જિલ્લામાં આ લેખિત પરીક્ષા ૩૧ પરીક્ષા કેન્દ્રો પર શાંતિપૂર્ણ માહોલમાં યોજાઈ હતી. આ પરીક્ષા સંદર્ભે મહેસાણા જિલ્લાના અધિક કલેકટર પી.બી.રાઠોડે પોતાના નિવેદનમાં જણાવ્યું હતું કે આજે યોજાયેલી પરીક્ષામાં મહેસાણા જિલ્લામાંથી ૮૨૩૩ ઉમેદવારોએ અરજી કરી હતી જેમાંથી આજે ૩૫૫૭ ઉમેદવાર પરીક્ષા આપવા હાજર રહ્યાં હતાં. પરીક્ષા આપવા આવનાર ઉમેદવારો સહિત પરીક્ષા કેન્દ્રો પરના સમગ્ર વહીવટી સ્ટાફ માટે ફરજીયાત માસ્ક, સેનેટાઈઝર સહિત કોરોના અંગેની ગાઈડલાઈનનું સંપૂર્ણ પાલન કરી શાંતિપૂર્ણ માહોલમાં પરીક્ષા યોજવામાં આવી હતી. આ પરીક્ષા સંદર્ભે જિલ્લામાં તમામ ૩૧ પરીક્ષા કેન્દ્રો બહાર ૨૦૦ મીટરના વિસ્તારમાં ૧૪૪ની કલમ લાગુ કરવાના આદેશ કરાયા હતા જે અનુસાર પરીક્ષા કેન્દ્રોના ૨૦૦ મીટરના વિસ્તારમાં ૪ કે તેથી વધુ વ્યક્તિઓના એકઠા થવા પર પ્રતિબંધ સહિત ફોટો કોપી સેન્ટરો પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો. મહેસાણા શહેર તેમજ ગ્રામ્ય વિસ્તાર મળી કુલ ૩૧ બિલ્ડીંગના ૩૮૯ ખંડમાં પરીક્ષા લેવાનું આયોજન કરાયું હતું જેમાં ૧ વર્ગમાં ૨૪ વિદ્યાર્થીઓની બેઠક વ્યવસ્થા કરવામાં આવી હતી. પરીક્ષા દરમિયાન કોઈ અનિચ્છનિય ઘટના ન બને તે માટે સવારે ૧૧ વાગ્યે થી બપોરે ૨ વાગ્યા સુધી પૂરતા પ્રમાણમાં પોલીસ બંદોબસ્તની વ્યવસ્થા કરવામાં આવી હતી. પોલીસ ઇન્સ્પેકટરના હોદ્દા માટેની આ પરીક્ષાનુ પેપર એકંદરે સારું હોવાનો પરીક્ષાર્થીઓનો અભિપ્રાય જોવા મળ્યો હતો.


(વિડિયો / અહેવાલ :- વિનોદ મકવાણા, મહેસાણા)

Related posts

दशरथभाई पटेल को वीरमगाम तहसील कांग्रेस के अध्यक्ष नियुक्त किया गया

aapnugujarat

દેશમાં વૃદ્ધોની સંખ્યા ૩.૮ ટકાના દરે વધે છે

aapnugujarat

ગુજરાતમાં જળસંકટ ઘેરું બનવાના એંધાણ : ૨૦૪ જળાશયોમાં સરેરાશ માત્ર ૩૪.૯૦% જળ સ્તર

aapnugujarat

Leave a Comment

UA-96247877-1