Aapnu Gujarat
રાષ્ટ્રીય

આઝમગઢમાં ઝેરી શરાબ પીવાથી સાત વ્યક્તિના મોત, એક ડઝનથી વધુ બીમાર

ઉત્તર પ્રદેશના આઝમગઢમાં રૌનાપર પોલીસ મથક વિસ્તારના બે અલગ અલગ ગામોમાં ઝેરી શરાબ પીવાના લીધે સાત લોકોના મોત નીપજ્યા છે જયારે એક ડઝન લોકો બીમાર પડ્યા છે, તેમની સારવાર અલગ- અલગ હોસ્પિટલોમાં ચાલી રહી છે.આ મામલામાં પોલીસ અધિક્ષક અજય સહાનીનું કહેવું છે કે જે લોકો મૃત્યુ પામ્યા છે તેમના મોત તાડી પીવાથી થયા છે. અત્રે ઉલ્લેખનીય છે કે વર્ષ-૨૦૧૩માં મુબારકપુરપોલીસ મથક વિસ્તારમાં ઝેરી શરાબ પીવાના કારણે ૪૯ લોકોના મોત નીપજ્યા હતા.હકીકતમાં આઝમગઢ જિલ્લાના રૌનાપાર થાણા વિસ્તારના બે ગામો કેવટહિયા અને ઓડરા સલેમપુરમાં શુક્રવારે તે સમયે કોહરામ મચી ગયો હતો, કે જયારે એક એક કરીને લોકો બીમાર પડવા લાગ્યા હતા. જેમાંથી સાત વ્યક્તિના મોત નીપજ્યા હતા. એટલું જ નહી એક ડઝન લોકોને નાજુક હાલતમાં અલગ-અલગ હોસ્પિટલોમા દાખલ કરવામાં આવ્યા છે.ઝેરી શરાબ પીવાના કારણે જે સાત વ્યકિતના મોત નીપજ્યા છે તેમાં કેવટહિયા ગામના રામવૃક્ષ રામદવર, ચરિત્ર રામદવર, શિવકુમાર બુલબુલ, રામનયન ખુના અને રામ સરિખ વગેદુ જયારે ઓડરા સલેમપુર ગામના સોબરી છાગુર અને કેશવ કતવારુનો સમાવેશ થાય છે.આ ઘટનાની જાણ થતા જ પોલીસ તંત્રના ઉચ્ચ અધિકારીઓ ઘટનાસ્થળે તાત્કાલિક પહોંચી ગયા હતા. આ ગામોની પરિસ્થિતિને કાબુમાં રાખવા માટે કેટલાય પોલીસ મથકોની પોલીસ ફોર્સને અહિયાં તહેનાત કરી દેવામાં આવી છે.પોલીસ અધિક્ષક અજય સહાનીનું કહેવું છે કે, આ લોકોના મોત તાડી પીવાના કારણે થઈ છે. જો કે હાલમાં તો પોસ્ટમોર્ટમના રિપોર્ટ આવ્યા પછી જ ઘટનાનો ખુલાસો થઈ શકશે.ઉલ્લેખનીય છે કે ઉત્તર પ્રદેશના આઝમગઢ જિલ્લામાં છેલ્લા ઘણા લાંબા સમયથી આબકારી વિભાગની મિલી ભગતના કારણે અવૈધ શરાબનો કારોબાર ચાલી રહ્યો છે. જેમાં સફેદપોશ લોકો પણ શામેલ છે, જે વિભિન્ન રાજકિય પક્ષોની સાથે સંબંધ રાખે છે.પોલીસ સતત કાર્યવાહી કરતી રહે છે. તેમ છતાં પણ શરાબનો ગેરકાયદેસરનો વેપાર ધમધોકાર ચાલી રહ્યો છે. ગેરકાયદેસર શરાબની પકડમાં આઝમગઢ જિલ્લાના કેટલાય વિસ્તારો છે. જેના કારણે અત્યાર સુધીમાં સૈંકડો લોકોના મોત થઈ ચૂક્યા છે.

Related posts

ભારત માતા કી જય અમારા માટે ભક્તિ-શક્તિ છે : બિહારમાં મોદી આક્રમક અંદાજમાં દેખાયા

aapnugujarat

ઉત્તરપ્રદેશમાં એન્કાઉન્ટર ભયથી અપરાધી જેલ ભેગા થવા ઇચ્છુક

aapnugujarat

૬૬ શહેરોની ગટરોનું પાણી ગંગા નદીમાં છોડી દેવાય છે !!

aapnugujarat

Leave a Comment

UA-96247877-1