Aapnu Gujarat
રાષ્ટ્રીય

ઉત્તરાખંડમાં ભૂસ્ખલન : કાર પર પથ્થરો પડતાં પાંચનાં મોત

ઉત્તરાખંડના પીથોરાગઢના ધારચૂલા વિસ્તારમાં ભારે વરસાદના કારણે થયેલા ભૂસ્ખલનમાં એક પર્વતનો કાટમાળ એક કાર પર પડતાં કારમાં સવાર પાંચ લોકોનાં સ્થળ પર જ મોત થયાં હતાં. મૃતકોમાં એક માતા, પુત્રી અને પુત્ર સાથે ઝુમ્મા ગામના બે લોકોનો સમાવેશ થાય છે. આ અકસ્માતમાં બે લોકો ઘાયલ પણ થયા છે, જેમની સીએચસીમાં સારવાર ચાલી રહી છે.અહેવાલો અનુસાર મૃતકો પાડોશી દેશ નેપાળના ધારચૂલા કસ્બાના રહેવાસીઓ છે અને એક મૃતક ધારચૂલાનો રહેવાસી છે. અત્રે ઉલ્લેખનીય છે કે કારનો ડ્રાઈવર એલાગાર્ડથી સવારી લઈને પીથોરાગઢમાં તવાગાઢ તરફ કાર લઈને જઈ રહ્યો હતો. કારનો નંબર યુકે ૦૫ ૧૨૮૧ છે. આ કાર જ્યારે તવાગઢ જઈ રહી હતી ત્યારે ઘટખોલા નજીક પહાડ પડવાથી ભૂસ્ખલન થયું હતું અને પહાડના કાટમાળ નીચે કાર સંપૂર્ણપણે દબાઈ ગઈ હતી. આ અકસ્માતમાં કારમાં સવાર નેપાળના હીરા બમ (ઉં.વ. ૩૬), પત્ની દિલબહાદુર બમ, તેમની પુત્રી પ્રિયંકા બમ અને પુત્ર ઓમકાર બમના મૃત્યુ થયાં હતાં.આ અકસ્માતની જાણ થતાં સ્થાનિક લોકો અને એસડીઆરએફની ટીમે યુદ્ધના ધોરણે બચાવ કામગીરી શરૂ કરી હતી, પરંતુ કારમાં સવાર સાત લોકો પૈકી બેને જ બચાવી શકાયા હતા જ્યારે અન્ય પાંચના કાટમાળ નીચે દબાવવાના કારણે મોત થયાં હતાં

Related posts

યુવકને ઓનલાઇન બિરયાનીનો ઓર્ડર ૫૦ હજારમાં પડ્યો!

aapnugujarat

MSP पर सरकार ने खरीदा 564 लाख टन धान

editor

राहुल गांधी ने लोकसभा सदस्यता की शपथ ली

aapnugujarat

Leave a Comment

UA-96247877-1