Aapnu Gujarat
બ્લોગ

ડૉ. બાબાસાહેબ આંબેડકર : લોકનેતા

લોકનેતા
૧૪ ઓગસ્ટ, ૧૯૩૨નાં રોજ બ્રિટિશ વડાપ્રધાને કૉમ્યુનલ એવોર્ડની જાહેરાત કરી. એમાં ડૉ. આંબેડકરની માંગણીઓને ન્યાય આપવામાં આવ્યો હતો. જે ડૉ. આંબેડકરની સફળતા હતી. આ એવોર્ડના વિરોધમાં ગાંધીજીએ તા.૨૦ સપ્ટેમ્બરે પૂના જેલમાં આમરણાંત ઉપવાસ શરૂ કર્યો. આખાય દેશનું ધ્યાન ડૉ. આંબેડકર ઉપર કેન્દ્રિત થયું. ગાંધીજીનું જીવન ભયમાં હતું. દેશના નેતાઓ વચ્ચે મંત્રણાઓ થઈ ડૉ.આંબેડકરની ગાંધીજી સાથે મુલાકાત થઈ. ગાંધીજી, હિંદુ નેતાઓ અને ડૉ. આંબેડકર વચ્ચે ૨૪ સપ્ટેમ્બર ૧૯૩૨માં પૂના કરાર થયા અને સમાધાન થયું. ગાંધીજીએ ૨૬ સપ્ટેમ્બરે ઉપવાસના પારણા કર્યા. ત્રીજી અને છેલ્લી ગોળમેજી પરિષદ ૧૭ નવેમ્બર ૧૯૩૨માં મળી. ડૉ. આંબેડકર હવે રાજકારણના સારા એવા અનુભવી થઈ ગયા હતાં. ડૉ. આંબેડકરને પ્રથમથી જ પ્રખ્યાત પુસ્તકો વાંચવાનો અને સંગ્રહ કરવાનો શોખ હતો. ડૉ. આંબેડકર દાદર મુંબઈમાં રહેવા માટે અને ઘણાં પુસ્તકોની વિશાળ પ્રાઈવેટ લાયબ્રેરી ઊભી કરવા રાજગૃહ નામનું સુંદર મકાન બંધાવ્યું. ડૉ. આંબેડકર હવે લોકનેતા બની ગયા હતાં. તેઓ હંમેશા પ્રવૃત્તિમય રહેતા હતા. દલિત સમાજના કાર્યોના કારણે તેઓ તેમની પત્ની તેમજ પુત્ર ઉપર ખાસ ધ્યાન રાખી શકતા નહીં. ૧ જૂન ૧૯૩૫માં મુંબઈની સરકારે ડૉ. આંબેડકરની નિમણૂંક સરકારી લૉ કૉલેજ મુંબઈના પ્રિન્સિપાલ તરીકે કરી. અનેક પ્રવૃત્તિ સાથે સંકળાયેલા હોવા છતાં ડૉ. આંબેડકરે પ્રિન્સિપાલ તરીકેની ફરજો સફળ રીતે બજાવી. ઑગસ્ટ, ૧૯૩૬માં ડૉ. આંબેડકરે ‘ઈન્ડિપેન્ડન્ટ લેબર પાર્ટી’ (સ્વતંત્ર મજુર પક્ષ)ની સ્થાપના કરી. ૧૯૩૭ની ચૂંટણીમાં ડૉ. આંબેડકર ધારાસભામાં ચૂંટાઈ આવ્યા અને ત્યાં તેમને પ્રભુત્વ જમાવ્યું. ઑક્ટોબર ૧૯૩૯માં નહેરૂની ડૉ. આંબેડકર સાથે પ્રથમ મુલાકાત થઈ. ૧૯૪૦માં ડૉ. આંબેડકરનું પુસ્તક ‘પાકિસ્તાન ઉપર વિચારો’ પ્રકાશિત થયું. જુલાઈ ૧૯૪૧માં ડૉ. આંબેડકર ભારતના વાઈસરોયની એક્ઝીક્યુટિવ કાઉન્સિલમાં પ્રતિનિધિ નિમાયા. ડૉ. આંબેડકર સ્વબળે અને સમાજના ટેકા સાથે ઉચ્ચ હોદ્દાઓ મેળવવા ચાલુ રાખ્યા. ૧૪મી એપ્રિલ ૧૯૪૨માં અખિલ ભારતીય ધોરણે દલિત સમાજે ડૉ. આંબેડકરની ૫૦મી વર્ષગાંઠની ઉજવણી કરી અને તેમને અભિનંદન અને આશીર્વાદ આપ્યા. ૨૦ જુલાઈ ૧૯૪૨માં ડૉ.આંબેડકરે ભારતના વાઈસરોયની કેબિનેટમાં લેબર મેમ્બર તરીકેનો ચાર્જ સંભાળી લીધો. સરકારના લેબર મેમ્બર તરીકે તેમણે પીપલ્સ એજ્યુકેશન સોસાયટીના નેજા હેઠળ મુંબઈની સિદ્ધાર્થ કૉલેજની શરૂઆત કરી. આમ, ડૉ. આંબેડકરે જીવનના વિવિધ ક્ષેત્રોમાં તેમનો નમ્ર ફાળો આપવા કોશિષ કરી. વળી, ડૉ.આંબેડકરે, ‘શુદ્રો કોણ હતાં ?’ નામનું પુસ્તક લખ્યું અને તે પ્રકાશિત કરાવ્યું.
ક્રમશઃ

Related posts

કોંગ્રેસ અને રાહુલ ગાંધીની દશા અને દિશા

aapnugujarat

कहीं लातें चले- कहीं बल्ले. भाजपा तेरे विधायको के तो बस बल्लै बल्लै…!

aapnugujarat

યુગપુરુષ ડૉ. બાબાસાહેબ આંબેડકર

aapnugujarat

Leave a Comment

UA-96247877-1