Aapnu Gujarat
બિઝનેસ

સેન્સેક્સ ૨૫૪ અંક વધી ૫૧૨૭૯ની સપાટીએ બંધ

ભારતીય શેરબજારો આજે સપ્તાહના ત્રીજા દિવસે વધીને બંધ રહ્યાં હતા. સેન્સેક્સ ૨૫૪ અંક વધીને ૫૧૨૭૯ પર બંધ રહ્યો હતો. જ્યારે નિફ્ટી ૭૬ અંક વધીને ૧૫૧૭૪ પર બંધ રહ્યો હતો. સેન્સેક્સ પર બજાજ ફાઈનાન્સ, સન ફાર્મા, ટેક મહિન્દ્રા, એક્સિસ બેન્ક, બજાજ ઓટો સહિતના શેર વધીને બંધ રહ્યાં હતા. બજાજ ફાઈનાન્સ ૨.૩૪ ટકા વધીને ૫૫૪૧.૧૫ પર બંધ રહ્યો હતો. સન ફાર્મા ૨.૧૮ ટકા વધીને ૬૨૫.૦૦ પર બંધ રહ્યો હતો. જાેકે ઓએનજીસી , કોટક મહિન્દ્રા, આઇટીસી, એચડીએફસી બેન્ક, પાવર ગ્રીડ કોર્પ સહિતના શેર ઘટીને બંધ રહ્યાં હતા. ઓએનજીસી ૨.૦૫ ટકા ઘટીને ૧૧૪.૪૫ પર બંધ રહ્યો હતો. કોટક મહિન્દ્રા ૦.૮૯ ટકા ઘટીને ૧૯૬૧.૮૦ પર બંધ રહ્યો હતો.
અમેરિકા અને યુરોપિયન શેરબજારોમાં પોઝિટિવ વધારાના કારણે વિશ્વના અન્ય શેરબજારોમાં પણ વધારો છે. જાપાનનો નિક્કેઈ ઈન્ડેક્સ ૭૧ અંક વધી ૨૯૦૯૯ પર કારોબાર કરી રહ્યો છે. હોંગકોંગનો હેંગસેંગ ઈન્ડેક્સ ૧૫૭ અંક વધીને ૨૮૯૩૧ પર પહોંચી ગયો છે. ચીનનો શંઘાઈ કમ્પોઝિટ પણ ૨૩ પોઈન્ટ ઉપર પહોંચી ગયો છે. કોરિયાનો કોસ્પી ઈન્ડેક્સ પણ મામુલી વધારા સાથે ૨૯૭૯ પર પહોંચી ગયો છે.
યુએસના બજારોમાં નેસ્ડેક ૩.૬૯ ટકા વધીને ૧૩૦૭૩ અંક પર બંધ થયો હતો. એસએન્ડપી-૫૦૦ ઈન્ડેક્સ ૧.૪૨ ટકા વધી ૩૮૭૫ અંક પર બંધ થયો હતો. આ રીતે ડાઉ જાેન્સ પણ ૩૦ અંકના સામાન્ય વધારા સાથે બંધ થયો હતો. આ પહેલા યુરોપના શેરબજાર પણ વધારા સાથે બંધ થયા, જેમાં બ્રિટન, ફ્રાન્સ અને જર્મનીના શેરબજાર સામેલ છે.

Related posts

એર ઇન્ડિયાની રેવેન્યુમાં ૨૦ ટકાનો વધારો 

aapnugujarat

આઈસીઆઈસીઆઈ બેંકના સીઓઓ તરીકે સંદીપ બક્ષીની નિમણૂંક

aapnugujarat

सेंसेक्‍स 353 अंकों की बढ़त के साथ बंद

aapnugujarat

Leave a Comment

UA-96247877-1