Aapnu Gujarat
તાજા સમાચારબિઝનેસ

આઈસીઆઈસીઆઈ બેંકના સીઓઓ તરીકે સંદીપ બક્ષીની નિમણૂંક

આઈસીઆઈસીઆઈ બેંકના બોર્ડે ખાનગી બેંકની બાબતોને ચલાવવા માટે ડિરેક્ટર અને ચીફ ઓપરેટિંગ ઓફિસર તરીકે સંદીપ બક્ષીની નિમણૂંક કરી દીધી છે જ્યારે બીજી બાજુ તપાસનો સામનો કરી રહેલા ચંદા કોચરને રજા ઉપર ઉતારી દેવામાં આવ્યા છે જ્યાં સુધી તપાસ પુરી ન થયા ત્યાં સુધી તેમને રજા ઉપર ઉતારી દેવામાં આવ્યા છે. મેનેજિંગ ડિરેક્ટર અને ચીફ એક્ઝીક્યુટીવ ઓફિસર ચંદા કોચર હવે રજા પર રહેશે. બોર્ડ દ્વારા આ અંગેના મહત્વપૂર્ણ નિર્ણયની જાહેરાત કરી દેવામાં આવી છે. વિડિયોકોન ઇન્ડસ્ટ્રી વચ્ચે લેવડદેવડમાં તપાસનો દોર ચાલી રહ્યો છે ત્યારે આ ફેરફાર કરવામાં આવ્યા છે. ચંદા કોચર અને તેમના પતિ દીપક કોચરની કંપની રિન્યુએબલના મામલામાં તપાસ ચાલી રહી છે. બેંક બોર્ડે કોચર સામે હિતના સંઘર્ષના આક્ષેપોમાં તપાસ કરવા સુપ્રીમ કોર્ટના પૂર્વ જજ બીએન શ્રીકૃષ્ણની નિમણૂંક પણ કરી છે. તેમની મદદમાં તપાસને પૂર્ણ કરવા માટે આંતરિક અને વિદેશી નિષ્ણાતોની એક ટીમ પણ રહેશે. બેંકનું કહેવું છે કે, સીઓઓ તરીકે બક્ષીની નિમણૂંક પાંચ વર્ષના ગાળા માટે કરવામાં આવી છે. રેગ્યુલેટરી મંજુરી સાથે આ વિષય સંબંધિત છે. તેઓ રેગ્યુલેટરીની તારીખ અથવા તો તરત જ સીઓઓ તરીકેની જવાબદારી સંભાળી ચુક્યા છે. બીએસઈમાં ફાઇલિંગમાં આ મુજબની વાત કરવામાં આવી છે. બેંકમાં તમામ પ્રકારની કારોબારી જવાબદારી અને કોર્પોરેટ સેન્ટરમાં કામોની જવાબદારી હવે સંદીપ બક્ષી સંભાળશે. આઈસીઆઈસીઆઈ બેંક અને એક્ઝીક્યુટીવ મેનેજમેન્ટના બોર્ડમાં રહેલા તમામ કારોબારી ડિરેક્ટરો તેમને રિપોર્ટ આપશે. બક્ષી એમડી અને સીઈઓ તરીકે તેમની ભૂમિકામાં ચાલુ રહેશે અને તેમને રિપોર્ટ સોંપવામાં આવશે. બક્ષી હાલમાં આઈસીઆઈસીઆઈ પ્રુડેન્શિયલ લાઇફ ઇન્સ્ક્યોરન્સ કંપનીના એમડી અને સીઈઓ તરીકે રહ્યા છે. કોચરે તપાસ પુરી ન થાય ત્યાં સુધી રજા ઉપર રહેવાનો નિર્ણય કર્યો છે. ૩૦મી મે ૨૦૧૮ના દિવસે આ અંગેની જાહેરાત કરવામાં આવી હતી. રજા ઉપરના તેમના ગાળા દરમિયાન સીઓઓની ભૂમિકામાં રહેલા બક્ષી બોર્ડને તેમની જવાબદારી અને કામગીરી અંગે માહિતી આપશે. આઈસીઆઈસીઆઈ બેંકના બોર્ડે સંદીપ બક્ષીની નિમણૂંક કર્યા બાદ જુદા જુદા પાસાઓ ઉપર ચર્ચા વિચારણા કરવામાં આવી રહી છે. કોર્પોરેટ જગતમાં પણ આ મુદ્દે જોરદાર ચર્ચા છેડાઈ ગઈ છે.

Related posts

No BJP connection for Congress’s 2 MLA’s resign : Yeddyurappa

aapnugujarat

યૂરિન સ્ટોર કરો, યૂરિયા ખરીદવાનું બંધ કરોઃ નીતિન ગડકરી

aapnugujarat

દાઉદનાં સાગરિત ફારુક ટકલાને મુંબઈ લવાયો

aapnugujarat

Leave a Comment

UA-96247877-1