Aapnu Gujarat
રાષ્ટ્રીય

ગુજરાતના કેસને લઈને ટિપ્પણી કરતાં સ્વરા ભાસ્કર વિવાદોમાં

મોટાભાગના વિવાદોમાં ઘેરાનાર સ્વરા ભાસ્કર ફરી એકવાર પોતાના નિવેદનના લીધે ટ્રોલ થઇ ગઇ છે. જોકે ગુજરાતના એક કોર્ટએ યોગ્ય પૂરાવા ન મળતાં ૧૨૨ લોકોને ૨૦ વર્ષ બાદ છોડી મુકવામાં આવ્યા છે. આ મુદ્દાને મુસ્લિમો સાથે જોડતાં સ્વરાએ સાંપ્રદાયિક ટિપ્પણી કરી, ત્યારબાદ સીનિયર આઈપીએસ અધિકારી અરૂણ બોથરાએ તેના કાનૂની જ્ઞાન પર સવાલ ઉઠાવતાં નિર્દોષ સાબિત થવા અને યોગ્ય પુરાવા ન મળવા વચ્ચે મોટું અંતર સમજાવ્યું. મળતી માહિતી અનુસાર ગુજરાતના સુરતમાં પ્રતિબંધિત સંગઠન એસઆઈએમઆઈ સાથે સંબંધ રાખનાર ૧૨૨ લોકો વિરૂદ્ધ યુએપીએ હેઠળ વર્ષ ૨૦૦૧ માં કેસ દાખલ કરવામાં આવ્યો હતો.
લગભગ ૨૦ વર્ષની સુનાવણી બાદ લોકલ કોર્ટે તમામ આરોપીઓને કેસમાંથી મુક્ત કરી દીધા. ફેંસલો સંભળાવતાં કોર્ટે ટિપ્પણી કરી કે સરકારી પક્ષ આરોપીઓએ વિરૂદ્ધ નક્કર પુરાવા રજૂ કરવામાં નિષ્ફળ રહ્યા, એટલા માટે તેમને છોડી મુકવામાં આવે છે. ગુજરાતની કોર્ટનો ચૂકાદો આવ્યા પછી સ્વરા ભાસ્કરએ તેને મુસ્લિમો સાથે જોડીને ટિપ્પણી કરી. સ્વરાએ ટ્‌વીટ કરીને કહ્યું કે ’તેને સરળ ભાષામાં સમજીએ. લગભગ ૧૦૦થી વધુ મુસલમાન આતંકવાદના બનાવટી આરોપોમાં ૨૦ વર્ષોથી જેલની અંદર અંડર ટ્રાયલ રહ્યા. વિચારો ૨૦ વર્ષ. સ્વરાની આ વિવાદાસ્પદ ટિપ્પણી પર ટિ્‌વટર પર ટ્રોલ થઇ ગઇ. લોકોએ તેમના કાનૂની જ્ઞાનની મજાક ઉડાવી અને કહ્યું કે નિર્દોષ સાબિત થવામાં અને યોગ્ય પુરાવા ન હોવામાં ફરક હોય છે. તેમણે દરેક કેસમાં એક વર્ગ વિશેષ સાથે જોડીને સ્વરા ભાસ્કરની ટીકા પણ થઇ.
સીનિયર આઈપીએસ અધિકારી અરૂણ બોથરાએ ટ્‌વીટ કરીને કહ્યું ’કોર્ટને આ કેસનો ચૂકાદો કરવામાં ૨૦ વર્ષ લાગ્યા. તેનો અર્થ એ નથી કે આરોપી ૨૦ વર્ષ જેલમાં જ રહ્યા. તે તમામ ૨૦ વર્ષથી જામીન પર બહાર હતા. આપણે તે પણ સમજવાની જરૂર છે કે ખોટા આરોપ લગાવવા અને આરોપ સાબિત થવામાં ફરક હોય છે. બંનેને એક સમાન ન ગણવામાં આવે. અરૂણ બોથરાએ કહ્યું કે ન્યાયિક પ્રક્રિયામાં થયેલું મોડું કોઇપણ પ્રકારે ન્યાયસંગત કહી ન શકાય. પરંતુ લોકોને અર્ધસત્ય કહેવું કે એટલું જ ખતરનાક છે. પરંતુ લોકોને અર્ધસત્ય બતાવવું પણ ખતરનાક છે. તમને જણાવી દઇએ કે આ પહેલાં પણ સ્વરા ભાસ્કર મોટાભાગે વિવાદોમાં ઘેરાયેલી રહે છે.

Related posts

દેશભરમાં જનસંખ્યા નિયંત્રણ કાયદો લાવશે મોદી સરકાર

editor

લોજપામાં ભંગાણ : ચિરાગ પાસવાનને ચૂંટણીમાં એનડીએથી અલગ થવાનું પડ્યું ભારે

editor

છેડતી કેસમાં વિકાસ બરાલાને પાંચ મહિના બાદ જામીન

aapnugujarat

Leave a Comment

UA-96247877-1