Aapnu Gujarat
રાષ્ટ્રીય

દેશભરમાં જનસંખ્યા નિયંત્રણ કાયદો લાવશે મોદી સરકાર

વિશ્વ વસ્તી દિવસના દિવસે દેશમાં સૌ પ્રથમ ઉત્તર પ્રદેશની યોગી સરકારે ૧૦ વર્ષ માટે વસ્તી નિયંત્રણ નીતિની જાહેરાત કરી. આ જાહેરાત ભલે યુપી પૂરતી થઈ પંરતુ વિશ્વમાં વસ્તીના બાબતે બીજા ક્રમે રહેલા દેશભરમાં વસ્તી નિયંત્રણ નીતિની ચર્ચાઓ ઉઠી. રાજ્ય સરકારે પણ વસ્તી નિયંત્રણ નીતિ લાવવાની વાત કહી ત્યારે દેશમાં વધતી વસ્તીએ આજે વિકાસમાં અભિશાપ બનતી જાેવા મળે છે.૨૧મી સદી ઉજ્જવળ ભવિષ્ય ગણાય છે. જાેકે ભારત જેવા દેશમાં વસ્તી વધારોએ અભિશાપરૂપ બની રહ્યો છે. એકવીસમી સદીના બીજા દશકમાં ભારતની વસતી ચીનની સરખામણીમાં બમણી ગતિએ વધી છે. છેલ્લા દાયકામાં ભારતની વસતી ૧.૨ ટકાના વાર્ષિક દરે વધી છે. તો ચીનની વસતી ૦.૫ ટકાના દરે વધીને ૧૪૨ કરોડ થઇ છે. આમ તો વસતીનું ગણિત દુનિયાની ભૂગોળને બદલતું રહ્યું છે પરંતુ હાલના સમયમાં વસતીવધારાના કારણે અનેક પડકારો વધ્યાં છે. યુનાઈટેડ નેશન્સના અનુમાન મુજબ ભારત વર્ષ ૨૦૨૭ સુધીમાં ચીનને પછાડીને દુનિયાનો સૌથી વધારે વસતીવાળો દેશ બની જશે.વધી રહેલી વસતીના કારણે દેશમાં ભૂખમરો, જળસંકટ, રહેવાની સમસ્યા અને બેરોજગારી જેવી અનેક સમસ્યાઓ વધી રહી છે. દુનિયાના દેશોની સરખામણીમાં ભારતમાં ભૂખમરાનું પ્રમાણ વધી રહ્યું છે. યૂ.એન.ના એક રિપોર્ટ અનુસાર દુનિયાભરમાં ભુખમરાથી પીડાતી કુલ વસતીના ૨૩ ટકા લોકો ભારતમાં છે. દુનિયાના આશરે ૮૧.૫ કરોડ લોકો ભૂખમરાથી પીડિત છે અને એમાંના ૧૯ કરોડ લોકો ભારતમાં વસે છે. દેશમાં ખાદ્યાન્નનું ઉત્પાદન તો વિશાળ પાયે થાય છે પરંતુ તેના વિતરણની વ્યવસ્થા સાવ કંગાળ છે. ઉત્પાદન થયેલા અનાજનો એક મોટો હિસ્સો લોકો સુધી પહોંચવાના બદલે સરકારી ગોદામોમાં સડી જાય છે. યૂ.એન.ના રિપોર્ટ પ્રમાણે દેશનું લગભગ ૨૦ ટકા અનાજ સંગ્રહક્ષમતાના અભાવે બરબાદ થઇ જાય છે.આઝાદી બાદ ૧૯૫૧માં દેશમાં પહેલી વખત વસતી ગણતરી કરવામાં આવી ત્યારે દેશની વસતી ૩૬ કરોડ હતી. અને એકવીસમી સદીની પહેલી વસતી ગણતરીમાં એટલે કે ૨૦૦૧માં દેશની વસતી ૧૦૦ કરોડને પાર કરી ગઇ. ૨૦૧૧માં વસતી ગણતરીમાં દેશની વસતી ૧૨૧ કરોડ હોવાનું બહાર આવ્યું છે. હાલ દેશની વસતી લગભગ ૧૩૬ કરોડ હોવાનું અનુમાન છે.
જનસંખ્યા નિયંત્રણ બિલ ૨૦૨૧માં સરકારી સુવિધાઓ વિશે શું ઉલ્લેખ કરાયો છે
જે માતા-પિતાને ૨થી વધારે બાળકો હોય તેમની સુવિધાઓ પર કાપ મૂકો
લોકસભા, વિધાનસભા અથવા પંચાયત ચૂંટણી લડવાની મંજૂરી ના મળવી જાેઈએ
બેથી વધારે બાળકોવાળા પરિવારને રાજ્યસભા, વિધાન પરિષદ અને આ પ્રકારની સંસ્થાઓમાં નોમિનેટ ના કરવા જાેઈએ
રાજકીય પક્ષ ના બનાવી શકે અથવા કોઈ પાર્ટીના પદાધિકારી ના બની શકે
કેન્દ્ર, ખાનગી કે રાજ્ય સરકારની એથી ડી કેટેગરીમાં નોકરી માટે એપ્લાઇ ના કરી શકે
પરિવારોને ફ્રીમાં ભોજન, મફત વીજળી અને મફત પાણી જેવી સબસિડી ના મળવી જાેઈએ

Related posts

યુપીમાં છ પૂર્વ મુખ્યમંત્રીની પ્રતિષ્ઠા દાવ પર લાગી

aapnugujarat

Ajit Pawar seeks dismissal of PIL filed against him in irrigation scam

aapnugujarat

આવતા ત્રણ મહિનામાં ૮૦ ટકા ગંગા સાફ થઈ જશે! : ગડકરી

aapnugujarat

Leave a Comment

UA-96247877-1