Aapnu Gujarat
તાજા સમાચારરાષ્ટ્રીય

છેડતી કેસમાં વિકાસ બરાલાને પાંચ મહિના બાદ જામીન

આઈએએસ અધિકારી વીએસ કુંડુની પુત્રી વર્ણિક કુંડુનો પીછો કરીને અપહરણ કરવાના પ્રયાસના મામલામાં પંજાબ અને હરિયાણા હાઈકોર્ટે હરિયાણાના ભાજપ અધ્યક્ષ સુભાષ બરાલાના પુત્ર વિકાસ બરાલાને આજે જામીન આપી દીધા હતા. વિકાસ બરાલા આશરે પાંચ મહિના બાદ હવે જેલમાંથી બહાર આવી શકશે. અત્રે નોંધનીય છે કે, વિકાસ અને તેના સાથી આશિષ ઉપર ગયા વર્ષે ચોથી ઓગસ્ટના દિવસે હરિયાણાના સિનિયર આઈએએસ કુંડુની પુત્રી વર્ણિકા સાથે છેડછાડ કરવાનો આક્ષેપ મુકવામાં આવ્યો હતો. આ મામલામાં બંને ઉપર શરાબના નશામાં પીછો કરવા, છેડતી કરવા અને અપહરણ કરવાના પ્રયાસના આરોપ મુકીને કેસ દાખલ કરાયો હતો. મામલો જ્યારે ગરમ બન્યો ત્યારે વિકાસ અને આશિષની ધરપકડ કરવામાં આવી હતી. આ મામલામાં વર્ણિકાએ કહ્યું હતું કે, સેક્ટર સાતથી જ આરોપી લોકો તેનો પીછો કરી રહ્યા હતા. વચ્ચે રસ્તામાં અનેક વખત પોતાની ગાડીને તેની આગળ કરીને તેની બારી ઉપર પણ હાથ પછાડ્યો હતો. ફેસબુક ઉપર પોતાની રજૂઆતમાં વર્ણિકાએ કહ્યું હતું કે, તેનું લગભગ અપહરણ થઇ ચુક્યું હતું. તે રાત્રે સવા બાર વાગે કારથી સેક્ટર આઠ માર્કેટથી પોતાના ઘરે જઇ રહી હતી. તે રોડ ક્રોસ કરીને સેક્ટર સાતના પેટ્રોલ પંપ પર પહોંચી ત્યારે ફોન પર પોતાના ફ્રેેન્ડ સાથે વાત કરી રહી હતી. તેને એક મિનિટ બાદ જ ધ્યાન આવ્યું કે, તેની કારનો કોઇ બીજી કાર પીછો કરી રહી છે. સફેદ કલરની એસયુવીમાં તેનો પીછો કરવામાં આવ્યો હતો. તેને નોંધ લીધી ત્યારે તેની કારની સાથે સાથે પીછો કરવામાં આવ્યો હતો. આ ઘટના બન્યા બાદ હરિયાણાની મનોહરલાલ ખટ્ટર સરકાર ઉપર કોંગ્રેસે તીવ્ર પ્રહારો કર્યા હતા. ચંદીગઢ પોલીસે આખરે ભાજપ અધ્યક્ષના પુત્રની ધરપકડ કરી હતી અને ગાડી જપ્ત કરી હતી. ત્યારબાદથી તે બંને જેલમાં હતા.

Related posts

દિલ્હીમાં બે સ્કૂલગર્લ સાથે દુષ્કર્મ

aapnugujarat

બંગાળમાં વીજળી પડવાની અને ભારે વરસાદની ઘટનાઓમાં ૫ના મોત

editor

Will announce decision about next political move soon : Rajinikanth

editor

Leave a Comment

UA-96247877-1