Aapnu Gujarat
ગુજરાત

સુરતમાં ફાયર સેફટીની બેદરકારી બદલ ૩૨ હોસ્પિટલો સીલ

સુરત શહેરમાં સતત બીજા દિવસે ફાયર વિભાગ દ્વારા શહેરના વિવિધ વિસ્તારોમાં ફાયર સેફટી નો અભાવ હોય તેવી હોસ્પિટલો અને કોમ્પલેક્સની દુકાનોમાં સીલ કરવાની કામગીરી મોટા પાયે શરૂ કરવામાં આવી હતી. જેને લઇને શહેરભરમાં ફફડાટ ફેલાયો છે. અગાઉ નોટિસ ફાયરબ્રિગેડ દ્વારા અપાઈ હોવા છતાં ફાયર સેફ્ટીના મુદ્દે કોઈ કામગીરી ન કરનારી ૩૨ જેટલી હોસ્પિટલ, દુકાનો સહિતના કોમ્પ્લેક્સને સીલ કરવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી.
ફાયર વિભાગે અલગ-અલગ વિસ્તારોના ફાયર સ્ટેશનના અધિકારીઓ અને સુચના આપી હતી કે, તેમના વિસ્તારમાં જે પણ હોસ્પિટલો હોય તે હોસ્પિટલોની તપાસ કરવામાં આવે અને જ્યાં ફાયરસેફ્ટી નો અભાવ દેખાય તે હોસ્પિટલોને તાત્કાલિક અસરથી સીલ મારવાની કામગીરી કરવામાં આવે. જેને ધ્યાનમાં રાખીને આજે વહેલી સવારથી જ ફાયર વિભાગની અલગ અલગ ટીમ વિવિધ વિસ્તારોમાં જઈને ફાયર સેફ્ટીની સુવિધાનો અભાવ જોવા મળ્યો હતો.તે હોસ્પિટલોને સીલ કરવાની કામગીરી શરૂ કરી હતી.
ફાયર વિભાગે આજે વહેલી સવારે ૩૨ જેટલી હોસ્પિટલો અને સીલ કરવાની કામગીરી કરી હતી. જે હોસ્પિટલોની અંદર ફાયર સેફ્ટીનો અભાવ હતો. તે હોસ્પિટલોને અગાઉ પણ નોટિસ આપવામાં આવી હતી. ફાયર વિભાગે નોટિસમાં સ્પષ્ટ ઉલ્લેખ કર્યો હતો કે, હોસ્પિટલના સંચાલકોએ તાત્કાલિક અસરથી ફાયર સેફ્ટીની વ્યવસ્થા પૂર્ણ કરવી જોઈએ. ઘણી એવી હોસ્પિટલ હતી કે, જ્યાં ફાયર સેફ્ટીના સાધનો હતા, પરંતુ તે આગ લાગે ત્યારે તેને યુઝમાં આવી શકવામાં સક્ષમ ન હતા તેવું પણ જાણવા મળ્યું હતું. આવી હોસ્પિટલોને પણ ફાયર વિભાગ દ્વારા નોટિસ આપવામાં આવી હોવા છતાં તેમણે ફાયર સેફ્ટીની પૂર્ણ સુવિધા ઉભી કરી ન હતી. ફાયર વિભાગે એવી તમામ હોસ્પિટલોને સીલ મારવાની કામગીરી કરી હતી.

Related posts

અમરગઢ ખાતે ખેડૂતોની ઉત્પાદક પેઢી અમરકૃષિ કાર્યાલય ઉદ્દઘાટન

editor

હાર્દિકની ચૂંટણી લડવા અંગેની અરજી જજે નોટ બીફોર મી કરી

aapnugujarat

२०२० के साल से ननिहाल में भांजे -भांजी के दो मामेरा होंगे

aapnugujarat

Leave a Comment

UA-96247877-1