Aapnu Gujarat
રાષ્ટ્રીય

છ કરોડ કર્મચારીઓને રાહતઃ EPFO એ વ્યાજદર યથાવત્‌ રાખ્યો

કર્મચારી ભવિષ્ય નિધિ સંગઠન મળેલી બેઠકમાં આજે એક મહત્વપૂર્ણ લેવામાં આવ્યો છે. લાંબા સમયથી અટકળો ચાલતી હતી કે કોરોનાને કારણે વ્યાજના દરમાં ઘટાડો થઈ શકે છે. જો કે આજે સરકારે ૬ કરોડ પીએફ ધારકોને રાહત આપી છે. જો કે આજે મળેલી બેઠકમાં નોકરીયાત વર્ગને મોટી રાહત આપવામાં આવી છે. કેમ કે હવે તેમને ૮.૫ના દરે વ્યાજ મળતુ રહેશે. જેનાથી ઈપીએફના અંદાજે ૬ કરોડ લોકોને રાહત મળશે.
તમને જણાવી દઈએ કે પીએફ વ્યાજ દરને લઈને અનુમાન લગાવવામાં આવી રહ્યુ હતુ કે કોરોના વાઈરસના કારણે લોકોએ કરેલા વધારે ઉપાડ અને જમા રાશીમાં થયેલા ઘટાડાને કારણે વ્યાજ દરમાં ઘટાડો કરવામાં આવી શકે છે. ઈપીએફઓ એ ૨૦૨૦-૨૧ માટે ઈપીએફઓ ડિપોજિટ પર વ્યાજના દરોને ૮.૫ ટકા ફિક્સ નક્કી કર્યા છે. નોંધનિય છે તે આજે કર્મચારી ભવિષ્ય નિધિ સંગઠનના ટ્રસ્ટીઓની બેઠક શ્રીનગર ખાતે મળી હતી. જેમા વ્યાજ અંગે આ નિર્ણય લેવામાં આવ્યો છે.
નાણાકીય વર્ષ ૨૦૨૦માં ઈપીએફ પર ૮.૫ ટકા વ્યાજ મળતુ હતું, જો કે ૭ વર્ષમાં સૌથી ઓછુ વ્યાજ છે. આ પહેલા વર્ષ ૨૦૧૩માં ઈપીએફ પર વ્યાજ ૮.૫ ટકા હતું. ગયા વર્ષે માર્ચમાં ઈપીએફઓ એ વ્યાજને રિવાઈઝ કર્યું હતું. આ પહેલા નાણાકીય વર્ષ ૨૦૧૯માં ઈપીએફઓ પર ૮.૬૫ ટકા વ્યાજ મળતુ હતું. ઈપીએફઓ એ નાણાકીય વર્ષ ૨૦૧૮માં ૮.૫૫ ટકા વ્યાજ આપ્યું હતું. જે આ પહેલાના નાણાકીય વર્ષ ૨૦૧૬માં ૮.૮ ટકા હતુ. આ પહેલા નાણાકીય વર્ષ ૨૦૧૭માં ૮.૭૫ ટકા હતું. ઈપીએફના દેશભરમાં ૬ કરોડ સબ્સ્ક્રાઇબર્સ છે. નાણાકીય વર્ષ ૨૦૨૦માં પણ આ કરોડો લોકોને કેવાયસી માં થયેલી ગડબડીના કારણે વ્યાજ મળવામાં વિલંબ થયો હતો.

Related posts

મસ્જિદ અને ઇદગાહમાં જ નમાઝ અદા કરવાનું સૂચન : મનોહરલાલ ખટ્ટર

aapnugujarat

सुब्रमण्यम स्वामी ने सुनंदा केस में दायर की अर्जी, पुलिस पर तथ्य छिपाने का आरोप

aapnugujarat

गृहमंत्री अमित शाह 26 और 27 जून को जम्मू-कश्मीर के दो दिवसीय दौरे पर

aapnugujarat

Leave a Comment

UA-96247877-1