Aapnu Gujarat
ગુજરાત

બજેટમાં રાજયમાં પ્રવાસન અને આરોગ્ય વિભાગને અપાયું પ્રાદ્યાન્ય

ગુજરાતમાં નીતિન પટેલે વિધાનસભામાં બજેટ રજૂ કર્યું છે. નાણાંમંત્રીએ બજેટમાં જણાવ્યું કે, પીએમ માતૃવંદના યોજના માટે ૬૬ કરોડની જોગવાઇ કરાઇ છે. અમદાવાદ નવી સિવિલની સુવિધાઓ અપગ્રેડેશન માટે ૮૭ કરોડ ફાળવવામાં આવ્યા છે. આદિજાતિ વિકાસ વિભાગ માટે ૨ હજાર ૬૫૬ કરોડની જોગવાઈ કરવામાં આવી છે. આ સાથે સામાજિક ન્યાય અને અધિકારીતા માટે ૪ હજાર ૩૫૩ કારોડની જોગવાઈ કરવામાં આવી છે. આ વખતેના બજેટમાં ૧૦૦૦ કરોડની વધારાની જોગવાઈઓ કરાઈ છે.
નાણાંમંત્રીએ કહ્યું કે, ૨૦ સિવિલ હોસ્પિટલોમાં આર્યુવેદિક પદ્ધતિથી પંચકર્મ સારવાર અપાશે. આ સાથે સુરતની કિડની હોસ્પિટલને અદ્યતન બનાવવા ૨૫ કરોડ આપવામાં આવશે. નવી ૧૫૦ એમ્બ્યુલન્સ માટે ૩૦ કરોડની જોગવાઇ કરવામાં આવી છે આ સાથે ૧૦૮ એમ્બ્યુલન્સ સર્વિસમાં વધુ નવી ૧૫૦ એમ્બ્યુલન્સ ઉમેરાશે. ઓછા જન્મ સાથે જન્મતા બાળકોની સારવાર માટે ૧૪૫ કરોડની જોગવાઇ કરવામાં આવી છે. ગોધરા-મોરબીમાં નવી મેડિકલ કોલેજ માટે ૫૦ કરોડ ફાળવવામાં આવશે.
રાજ્યના નાયબ મુખ્યપ્રધાન નીતીન પટેલે બજેટ સ્પીચમાં સ્ટેચ્યુ ઓફ યુનિટીનો ઉલ્લેખ કરતા કહ્યુ કે સ્ટેચ્યુ ઓફ યુનિટી જેવા વિશ્વ પ્રવાસન સ્થળનો આયોજનબધ્ધ વિકાસ થાય તે માટે સરકાર દ્વારા સ્ટેચ્યુઓફ યુનિટી એરિયા ડેવલપમેન્ટ એન્ડ ટુરીઝમ ગવર્નન્સ ઓથોરીટીની રચના કરવામાં આવી. કેવડીયાના સંકલીત વિસ્તારમાં જંગલ સફારી, આરોગ્ય વન, એકતા ક્રુઝ, રીવર રાફ્ટીંગ,નેવિગેશન ચેનલ, ગરુડેશ્વર વિયર, હાઈ-લેવલ ગોરા બ્રિજ, બે બસ ટર્મીનસ જેવી યોજનાઓનો સમાવેશ થાય છે. જેથી બજેટમાં સ્ટેચ્યુ ઓફ યુનિટી એરીયા ડેવલપમેન્ટ માટે ૬૫૨ કરોડની જોગવાઈની જાહેરાત કરવામાં આવી.

Related posts

બોગસ આધાર, ઇલેકશન કાર્ડ બનાવવાનો કૌભાંડ સપાટીએ

aapnugujarat

મુન્‍દ્રા તેમજ માંડવી શહેરમાં ફટાકડા વેચાણ માટે હંગામી લાયસન્‍સ મેળવી લેવા

aapnugujarat

સીએમ રૂપાણીનો પ્રહાર, હાર્દિક કોંગ્રેસનું રમકડું, પાટીદાર સમાજ જ તેને ચૂંટણીમાં હરાવશે

aapnugujarat

Leave a Comment

UA-96247877-1