Aapnu Gujarat
ગુજરાત

બોગસ આધાર, ઇલેકશન કાર્ડ બનાવવાનો કૌભાંડ સપાટીએ

શહેરના ગોમતીપુર વિસ્તારમાં કરિયાણાની એક દુકાનમાંથી પોલીસે બોગસ આધારકાર્ડ, ઇલેકશન કાર્ડ સહિતના બોગસ દસ્તાવેજો બનાવવાનું કૌભાંડ ઝડપી પાડતાં ભારે ચકચાર મચી ગઇ હતી. પોલીસે આ સમગ્ર કૌભાંડમાં ખુદ મામલતદાર કચેરીના આધારકાર્ડ સેન્ટરમાં કામ કરતાં આરોપી યુવક સહિત ત્રણ આરોપીઓની ધરપકડ કરી છે. પોલીસે આરોપીઓ પાસેથી લેપટોપ, આઇરિશ-ફીંગરપ્રિન્ટ સ્કેનર, લેમીનેશન મશીન સહિતનો મુદ્દામાલ પણ જપ્ત કર્યો હતો. પોલીસની પ્રાથમિક તપાસમાં એવી ચોંકાવનારી હકીકત સામે આવી હતી કે, આરોપીઓ માત્ર રૂ.૫૦૦થી લઇ હજાર-બે હજારમાં તમે માંગો એવા બોગસ આધારકાર્ડ, ઇલેકશન કાર્ડ સહિતના બોગસ દસ્તાવેજો બનાવી આપતાં હતા. ગોમતીપુર પોલીસને ચોક્કસ બાતમી મળી હતી કે, રખિલાય ચાર રસ્તાથી પટેલ મીલ તરફ જવાના રોડ પર આવેલા વિજય પેટ્રોલ પંપની બાજુમાં આવેલી અનાજ કરિયાણાની દુકાનમાં બોગસ આધારકાર્ડ, ઇલેકશન કાર્ડ સહિતના દસ્તાવેજો કોઇપણ અધિકૃત દસ્તાવેજો વિના બારોબાર બનાવી આપવામાં આવે છે, તેથી પોલીસે આ સમગ્ર કૌભાંડનો પર્દાફાશ કરવા માટે બે માણસોને તૈયાર કરી મોકલ્યા હતા અને તેમને રૂ.૧૦૦ અને રૂ.૫૦૦ના દરની સિરિયલ નંબરવાળી નોટો પણ આપી હતી. બાદમાં પોલીસના ઇશારે ગયેલા બંને માણસોએ દુકાનમાં જઇ કોઇપણ પુરાવા નહી હોઇ બોગસ આધારકાર્ડ બનાવી આપવાનું જણાવ્યું હતું, જેથી આરોપીઓ તે માટે પૈસા માંગતા પોલીસે આપેલી નોટો બંને માણસોએ તેઓને આપી દીધી હતી અને બહાર સાદા ડ્રેસમાં ગુપ્ત વોચમાં ઉભેલા પોલીસના જવાનોને ઇશારો કરી દીધો હતો. એ સાથે જ પોલીસના સ્ટાફે દુકાનમાં સીધો દરોડો પાડી દીધો હતો. પોલીસે ઘટનાસ્થળેથી બે લેપટોપ, ફિંગરપ્રિન્ટ સ્કેનર, બે થમ પ્લેટ, વેબ કેમેરા, આઇરિશ સ્કેનર, લેમીનેશન મશીન, વાઇફાઇ રાઉટર સહિતનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. પોલીસે આધારકાર્ડનું કામ કરી રહેલા વસીમ ઇબ્રાહીમભાઇ મનસૂરી(રહે.પીળી ચાલી, ગોમતીપુર), જિજ્ઞેશ દિલીપ માંગરોળિયા(રહે.રામકૃષ્ણ સોસાયટી, નિકોલ ગામ) અને કરિયાણાની દુકાન ચલાવતા ઇબ્રાહીમભાઇ મનસૂરીની ધરપકડ કરી લીધી હતી. પોલીસ તપાસમાં જાણવા મળ્યું હતું કે, આરોપી જિજ્ઞેશ માંગરોળિયા મામલતદાર કચેરીના આધાર સેન્ટરમાં કામ કરે છે. સરકારે તેને કોન્ટ્રાકટ પર રાખ્યો છે. થોડા સમય પહેલા તે આરોપી વસીમના સંપર્કમાં આવ્યો હતો. વસીમ પણ પહેલા સરકારનો આધારકાર્ડનો કોન્ટ્રાકટ ધરાવતો હતો પરતુ બાદમાં તે બંધ થઇ જતાં તેણે જિજ્ઞેશ માંગરોળિયાને પૈસાની લાલચ આપી આધારકાર્ડ, ઇલેકશન કાર્ડનું કામ કરવા માટે ફસાવ્યો હતો. જિજ્ઞેશ પાસે મામલતદાર કચેરીના આધારકાર્ડ સેન્ટરમાં કામ કરતો હોવાથી તેના લોગઇન, પાસવર્ડ હોવાથી આરોપીઓનું ગાડુ ગબડી ગયુ હતું. જો કે, આરોપીઓના આ કૌભાંડનો આખરે પર્દાફાશ થયો હતો. પોલીસે આરોપીઓએ અત્યારસુધીમાં આવા કેટલા બોગસ આધારકાર્ડ, ઇલેકશન કાર્ડ સહિતના દસ્તાવેજો તૈયાર કર્યા અને તેના મારફતે કેટલી રકમ લોકો પાસેથી ઉઘરાવી તે સહિતની બાબતોની ઝીણવટભરી તપાસ શરૂ કરી છે.

Related posts

વાવણી માટે-પાક બચાવવા સમગ્ર રાજ્યમાં સિંચાઇ માટે પાણી અપાશે : નીતિન પટેલ

aapnugujarat

બનાસકાંઠા જિલ્લામાં લાખણી થી ગેળા સુધી ભાજપની પદયાત્રા યોજાઈ

aapnugujarat

વડાપ્રધાન મોદી ૧૯-૨૦ ઓક્ટોબરે ગુજરાત આવશે

aapnugujarat

Leave a Comment

UA-96247877-1