Aapnu Gujarat
રાષ્ટ્રીય

શશિ થરૂરે કરી ઘટતા જીડીપી સાથે વડાપ્રધાન મોદીની દાઢીની તુલના

કોરોના સંકટ વચ્ચે ૫ રાજ્યોની વિધાનસભા ચૂંટણીને લઈ રાજકીય દળોમાં આર-પારની લડાઈ જામી છે. આ બધા વચ્ચે કોંગ્રેસ પાર્ટી મોદી સરકારને અર્થતંત્ર મુદ્દે પણ ઘેરી રહી છે. કોંગ્રેસના સાંસદ શશિ થરૂરે તાજેતરમાં એક મિમ શેર કર્યું હતું જેમાં તેમણે ઘટી રહેલા જીડીપીને લઈ કટાક્ષ કર્યો હતો.
શશિ થરૂરે શેર કરેલા મિમમાં એક ગ્રાફમાં ઘટી રહેલા જીડીપીના આંકડા દર્શાવવામાં આવ્યા છે. જ્યારે બીજી તસવીર વડાપ્રધાન નરેન્દ્ર મોદીની છે. મિમમાં બતાવવામાં આવ્યું છે કે, જેમ જેમ જીડીપી ઘટી રહ્યો છે તેમ તેમ વડાપ્રધાનની દાઢીની લંબાઈ વધી રહી છે.
કોંગ્રેસી સાંસદ શશિ થરૂરે આ મિમ શેર કરીને ’આને કહેવાય ગ્રાફિક ઈલેસ્ટ્રેશનની અગત્યતા’ એવું કેપ્શન આપ્યું હતું. શશિ થરૂરે જીડીપીનો જે ગ્રાફ શેર કર્યો છે તેમાં વર્ષ ૨૦૧૭થી ૨૦૧૯ સુધીના જીડીપીના આંકડા દર્શાવવામાં આવ્યા છે. કોરોના કાળ પહેલાથી જ જીડીપી સતત ઘટી રહ્યો હતો જે આ ગ્રાફમાં દર્શાવવામાં આવ્યું છે.

Related posts

અયોધ્યામાં રામ મંદિરના પાયા ભરાવવાનું કામ શરૂ

editor

જમ્મુમાં પરિસ્થિતી તંગઃ રાતો રાત હજારો કાશ્મીરીઓનું પોલીસ સુરક્ષા વચ્ચે પલાયન

aapnugujarat

મહાકુંભ : આજે પોષ એકાદશી સ્નાનને લઇ શ્રદ્ધાળુ ઉત્સુક

aapnugujarat

Leave a Comment

UA-96247877-1