Aapnu Gujarat
રાષ્ટ્રીય

જમ્મુમાં પરિસ્થિતી તંગઃ રાતો રાત હજારો કાશ્મીરીઓનું પોલીસ સુરક્ષા વચ્ચે પલાયન

પુલવામામાં સીઆરપીએફનાં કાફલા પર આત્મઘાતી હૂમલા બાદ જમ્મુમાં તણાવની સ્થિતી છે. અહીં હિંસા ભડક્યા બાદ કર્ફ્યુ લગાવી દેવામાં આવ્યો હતો. બગડેલી સ્થિતી વચ્ચે બઠિંડી તથા શહેરનાં અન્ય વિસ્તારમાં રહેતા હજારો કાશ્મીરી લોકોને રાતોરાત પરત કાશ્મીર ખીણમાં મોકલી દેવામાં આવ્યા. પોલીસની સુરક્ષા વચ્ચે સેંકડો વાહનો બઠિંડી રવાના કરવામાં આવ્યા હતા. પુલવામા હૂમલા બાદ જમ્મુની સાયન્સ કોલેજ સહિત અનેક સ્થળો પર કથિત રીતે દેશવિરોધી નારેબાજી કરવામાં આવી. તેના કારણે જમ્મુમાં વાતાવરણ બગડી ગયું. લોકોએ યાત્રા કાઢીને સ્થાનીક કાશ્મીરી લોકોની ગાડીઓ અને દુકાનો સળગાવી દીધી. તંત્રએ કર્ફ્યુ લગાવવો પડ્યો.
મળતી માહિતી અનુસાર હાલના સમયે ઠંડીના કારણે કાશ્મીરનાં મોટા ભાગના લોકો જમ્મુ આવીને વસે છે. બીજી તરફ બરફવર્ષાના કારણે શાળા અને કોલેજની રજાઓ રહે છે. એટલા માટે લોકો જમ્મુમાં પોતાના પરિવાર સાથે આવે છે. કાશ્મીરમાં વાતાવરણ બગડ્યા બાદ ૫ દિવસથી ઇન્ટરનેટ બંધ છે. બીજી તરફ સવાર સાંજ કર્ફ્યુમાં ઢીલ આપવામાં આવી રહી છે. કહેવાઇ રહ્યું છે કે, સેના પર હૂમલા બાદ લોકોમાં આક્રોશ છે. એટલા માટે વાતાવરણ બગડ્યું એટલા માટે તંત્ર કોઇ પણ પ્રકારની ઢીલ વર્તવા માંગતું નથી. ઉલ્લેખનીય છે કે, પુલવામામાં સેના પર થયેલા આતંકવાદી હુમલા બાદ અલગ- અલગ હિસ્સાઓમાં કાશ્મીરી લોકો પર હુમલાની ઘટનાઓ સામે આવી રહી છે. ત્યાર બાદ કેન્દ્ર સરકારે રાજ્યોને ગાઇડ લાઇન આપીને રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોમાં કાશ્મીરી લોકોની સુરક્ષા અંગે ખાસ કાળજી રાખવા માટે જણાવ્યું છે.

Related posts

સરકાર ૩૪૦થી વધુ દવા પર પ્રતિબંધ મૂકવાની તૈયારીમાં

aapnugujarat

રાહુલ-પ્રિયંકા દિલ્હીમાં ચૂંટણી પ્રચાર કરી સમય બર્બાદ કરી રહ્યાં છે : કેજરીવાલ

aapnugujarat

अयोध्या मामले में सुनवाई पूरी होने पर उमा भारती ने जताई खुशी

aapnugujarat

Leave a Comment

UA-96247877-1