Aapnu Gujarat
તાજા સમાચારરાષ્ટ્રીય

સરકાર ૩૪૦થી વધુ દવા પર પ્રતિબંધ મૂકવાની તૈયારીમાં

દર્દીઓની સુરક્ષા માટે કેન્દ્ર સરકાર મહત્વનું પગલું લેવા જઈ રહી છે અને અયોગ્ય થઈ ગયેલી ૩૪૦થી વધુ દવાઓને પ્રતિબંધિત કરવાની તૈયારી ચાલી રહી છે. સરકારના આ પગલાથી ટોચની દેશની દવા બનાવતી કંપનીઓ જેમ કે, એબટ, મેનકાઈન્ડ, વોકહાર્ટ, સનફાર્મા એલ્કેમ વગેરેને ભારે તકલીફ પડી જશે. દર્દીઓના અધિકારો માટે કામ કરતા સંગઠનોનો દાવો છે કે, અમારા નિશાન પર ૨૫૦ અબજના મૂલ્યની દવાઓ છે જે આજના સમયમાં તદન અયોગ્ય અને હાનિકારક છે. કેટલીક દવાઓના વધુ પડતા ઉપયોગથી દુનિયાભરમાં એન્ટીબાયોટિક પ્રત્યે પ્રતિરોધની તીવ્રતા પણ વધી રહી છે. લોકો તેનાથી હીટ થઈ રહ્યા છે. ગઈકાલે દિલ્હીમાં ઔષધિ ટેકનોલોજી સલાહકાર બોર્ડની મળેલી બેઠકમાં નિષ્ણાંતોની પેનલની ભલામણોનો સ્વીકાર કરી લેવાયો હતો અને દર્દીઓની સલામતિ માટે યોગ્ય પગલાની જરિયાત દર્શાવાઈ હતી. આ નિષ્ણાતોની પેનલે હવે વાંધાજનક શ્રેણીમાં આવી ગયેલી દવાઓની બારીક ચકાસણી કરી હતી અને ૩૪૦થી વધુ દવાઓ બંધ કરવાની ભલામણ કરી હતી. આગામી સપ્તાહ બાદ કેન્દ્રના આરોગ્ય મંત્રાલયને વિસ્તૃત રિપોર્ટ આપવામાં આવશે અને ત્યારબાદ ૩૪૦થી વધુ દવાઓ બંધ કરવા તરફ સરકાર આગળ વધશે.

Related posts

जीएसटी पर छूट का फायदा नहीं देते बिल्डर्स पर संकजा

aapnugujarat

ભાજપમાં તિરાડ પડી ચુકી છે, જીત અમારી જ થશે : ગેહલોત

editor

ઈન્ડિયામાં નીતિશને સંયોજક ન બનાવાતા લાલુ નારાજ

aapnugujarat

Leave a Comment

UA-96247877-1