Aapnu Gujarat
Uncategorized

સુરેન્દ્રનગરમા સોળે કળાએ કમળ ખીલ્યું

સુરેન્દ્રનગરથી અમારા સંવાદદાતા ભરતસિંહ પરમાર જણાવે છે કે, શહેરો બાદ ગ્રામ્ય વિસ્તારોમાં પણ કોંગ્રેસને નબળી પડતી જણાય હતી. 2015 ની સરખામણીએ 2021 માં કોંગ્રેસ સૂપડા સાફ થઈ ગયા હતા.ભાજપના મજબૂત સંગઠન ગ્રામવાસીઓનું દિલ જીતી લીધું. કોંગ્રેસમાં આંતરિક વિખવાદને કારણે તેમજ નબળા સંગઠન, ટિકિટ ફાળવણી, પરિવારવાદ વગેરે કારણોથી ભારતીય જનતા પાર્ટી ફાયદો ઉઠાવ્યો હતો.
તેમજ ભારતીય જનતા પાર્ટીની નવી ફોર્મ્યુલાથી પણ ફાયદો થયો હતો. કેન્દ્ર સરકાર તેમજ રાજ્ય સરકારની વિવિધ યોજનાઓનો લાભ લોકો સુધી પહોંચતા ગ્રામ્ય વિસ્તારોમાં ભારતીય જનતા પાર્ટીને લોકોએ આવકારી. લીંબડી નગરપાલિકા માં તમામ વોર્ડમાં ભાજપની પેનલનો વિજય સાથે લીંબડી નગરપાલિકા ભાજપે હસ્તગત કરી હતી. જયારે કોંગ્રેસ ખાતું પણ ખોલાવી શકી નહોતી.

તેમજ ચુડામાં તાલુકા ની કુડલા બેઠક પર ભાજપ અને કોંગ્રેસ થી લોકોએ અન્ય એક પાર્ટી આમ આદમી પાર્ટીની એન્ટ્રી તાલુકા કક્ષાએ જોવા મળી છે જે ભાજપ અને કોંગ્રેસ બંને માટે ચિંતાનો વિષય છેતેમ જ ચુડાતાલુકા પંચાયત ભારતીય જનતા પાર્ટીએ હસ્તગત કરી છે અને આમ આદમી પાર્ટીની ચુડા માં એન્ટ્રી થઈ છે.ઠેરઠેર ભારતીય જનતા પાર્ટીના વિજય સરઘસ નીકળ્યા કોંગ્રેસના સુપડા સાફ થતાં સન્નાટો છવાયો બીજી તરફ ભારતીય જનતા પાર્ટી ના ઉમેદવારોએ પોતાના વિજય માટે મતદારોનો આભાર વ્યક્ત કર્યો હતો
હાલ તો પંચાયતથી માંડી પાર્લામેન્ટ સુધી ભારતીય જનતા પાર્ટીની સરકાર હોય અને પ્રજાએ ભાજપા પર વિશ્વાસ મુક્યો છે તેના પર ખરું ઉતરવું એક મોટો પડકાર છે
હાલ જિલ્લા પંચાયતની ૩૪ બેઠકોમાંથી 29 બેઠકો પર ભાજપે જીત મેળવી છે જ્યારે પાંચ બેઠક પર કોંગ્રેસ વિજય બન્યું છે ગત ચૂંટણીમાં કોંગ્રેસ ના હાથમાં જિલ્લા પંચાયત હતી તે ગુમાવવાનો વારો આવ્યો છે

Related posts

બોટાદમાં ડોકટરે દારૂ પી ડિલીવરી કરાવતાં માતા અને શિશુનું મોત

aapnugujarat

અમદાવાદમાં ઠેર-ઠેર સ્વયંભૂ લોકડાઉન

editor

PM MODI એ સુરતમાં ૨૦૦ કરોડના ખર્ચે હોસ્ટેલનું ખાતમુર્હૂત કર્યું

editor

Leave a Comment

UA-96247877-1