Aapnu Gujarat
Uncategorized

બોટાદના જિલ્લા માહિતી કચેરીના કર્મચારીશ્રી ઈનાયતભાઈ ખલ્યાણી નો યોજાયો વિદાય સન્માન સમારોહ

બોટાદ થી અમારા સંવાદદાતા ઉમેશ ગોરાહવા જણાવે છે કે,જિલ્લા માહિતી કચેરી બોટાદના કર્મચારીશ્રી ઈનાયતભાઈ ખલ્યાણી આજ રોજ વય નિવૃત થતાં સહાયક માહિતી નિયામક શ્રીએલ.એમ.ચાવડાની ઉપસ્થિતિમાં વિદાય સન્માન સમારોહ યોજાયો હતો. આ સન્માન સમારોહમાં  કચેરીના વડાશ્રી એલ.એમ.ચાવડાએ  હવે પછીનું જીવન સુખાકારી અને શુદ્ધઆરોગ્ય સાથે રહે તેમ શુભેચ્છા પાઠવી હતી. આ સન્માન સમારોહમાં નિવૃત થનાર કર્મચારીશ્રી પોતાની સમગ્ર સર્વિસ સેવા દરમિયાન થયેલ અનુભવો  જણાવ્યા હતા અને સેવા કરવા માટે ખૂબ સારું એવું ખાતું મળ્યું તે બદલ આભાર વ્યક્ત કર્યો  હતો.  આ પ્રસંગે જિલ્લા માહિતી કચેરીના અધિકારી – કર્મચારીશ્રીઓએ નિવૃત કર્મચારીશ્રીને ફૂલ હાર, નારિયળ અને પડો તથા સાલ ઓઢાડી હ્યદય પૂર્વક સન્માન કર્યું હતું.

Related posts

સોમનાથ મંદિર નજીક સમુદ્રમાં પ્રવાસીઓને ન્હાવા પર પ્રતિબંધ

aapnugujarat

સૌરાષ્ટ્ર કેમીકલ્સ કંપની દ્વારા પોરબંદરના દરિયામાં કેમિકલયુકત પાણી છોડાતાં હજારો માછલીના મોત

aapnugujarat

चीनी सैनिकों की घुसपैठ के राहुल ने मांगे सबूत

editor

Leave a Comment

UA-96247877-1