Aapnu Gujarat
ગુજરાત

સુરત ખાતે વેપારીઓ પર થયેલા લાઠીચાર્જમાં ભાજપની તાનાશાહી જવાબદાર : હાર્દિક પટેલ

ગુજરાતમાં અનામત આંદોલન ચલાવી રહેલા પાસ કન્વીનર હાર્દિક પટેલે સુરતમાં જીએસટીનો વિરોધ કરી રહેલા વેપારીઓ પર પોલીસે કરેલા લાઠીચાર્જ પર નિવેદન આપ્યું હતું. હાર્દિકે કહ્યું હતું કે વેપારીઓ પર થયેલા લાઠીચાર્જ પાછળ ભાજપ સરકારની તાનાશાહી જવાબદાર છે. ભાજપે ફરીવાર ગુજરાતમાં પોતાની તાનાશાહીને સાબિત કરી છે. તેણે ઉમેર્યું હતું કે સુરતમાં જીએસટીના વિરોધમાં હડતાલ કરી રહેલા વેપારીઓ પર લાઠીચાર્જ બાદ હવે ગુજરાતના વેપારીઓએ એક થવું જરૂરી છે અને પોલીસને ઢાલ બનાવીને ભાજપ દ્વારા જે શક્તિ દેખાડવામાં આવે છે તેને વખોડી નાંખવી જોઈએ. હું સુરતના વેપારીઓ સાથે આ લડાઈમાં છું.અન્ય રાજ્યોની જેમ ગુજરાતમાં પણ ખેડૂતોએ પોતાનાં દેવાં માફ કરાવવા બાંયો ચડાવી છે. ઓબીસી એકતા મંચે ખેડૂતોનાં દેવાં માફ કરાવવાનું આંદોલન શરૂ કર્યું છે ત્યાં પાટીદારો, ગુજરાત ખેડૂત સમાજ અને આમ આદમી પાર્ટીએ પણ ઝૂકાવતાં ભાજપ માટે નવી મુશ્કેલી ઉભી થઈ છે. જો ખેડૂતોનાં દેવા માફ ના કરાય તો ૫ અને ૬ જુલાઇએ ગુજરાતમાં દૂધ રોકો આંદોલનની ચિમકી ઉચ્ચારી છે. આ અંગે ઉત્તર ગુજરાતની કેટલીય દૂધડેરીઓ પર બેનરો લગાવાયાં છે આ બેનરોમાં દર્શાવાયુ છે કે, ખેડૂતોના દેવાં માફ કરાવવાં હોય તો દૂધ ભરતા નહીં. આ ઉપરાંત ખેડૂતોને અપીલ કરાઇ છે કે, બે દિવસ સુધી ડેરીમાં દૂધ ભરાવવા જશો નહીં . શનિવારે પાટણમાં ઓબીસી એકતા મંચે વિશાળ રેલી યોજીને ખેડૂતોના દેવામાફીની માંગને બુલંદ બનાવી વિરોધ પ્રદર્શિત કર્યો હતો. પાટીદાર અનામત આંદોલન સમિતી (પાસ) અને ગુજરાત ખેડૂત સમાજે સંયુક્ત રીતે ખેડૂતોનાં દેવામાફીની લડાઇમાં ઝુકાવવા નિર્ણય લીધો છે. તેના ભાગરૂપે ૩ જુલાઇએ હિંમતનગરમાં ખેડૂત અધિકાર રેલી યોજાશે જેમાં કલેક્ટરને આવેદનપત્ર અપાશે. આ ઉપરાંત હાર્દિક પટેલે ગોંડલમાં ખેડૂતોનું સંમેલન બોલાવ્યું છે. ગુજરાતમાં ખેડૂતોનાં દેવાં માફ કરવાની માંગણીઓ સાથે ૮ જુલાઈએ પાટીદાર અનામત આંદોલન સમિતી ના કન્વિનર હાર્દિક પટેલે બોલાવેલા સંમેલનમાં ૧ લાખ કિસાનો તથા પાટીદારો ઉમટી પડશે. આ સંમેલનમાં અનામત અને દેવા માફીની માગ બુલંદ કરાશે.

Related posts

ગુજરાતમાં થયેલું પરિવર્તન રાજનીતિની નવી ફિલોસોફી : ભૂપેન્દ્ર યાદવ

editor

બનાસકાંઠા સર્કિટ હાઉસમાં કૃષિ યુનિ.નાં રોજમદાર કામદારોનાં પ્રશ્ને બેઠક મળી

aapnugujarat

નરોડા ગામ હિંસા કેસ : અજાણ્યા ટોળાએ પિતા-પુત્રને પથ્થરમારો કરી મારી નાંખ્યા હતાં : વધુ ત્રણ સાક્ષીઓની જુબાની

aapnugujarat

Leave a Comment

UA-96247877-1