Aapnu Gujarat
બિઝનેસ

જિયો ની નવી જીએસટી સ્પેશ્યલ ઑફર : ૧ વર્ષ સુધી અનલિમિટેડ કૉલ અને ફ્રી ડેટા

રિટેલ કારોબારીઓનું મંચ રિટેલર્સ ઍસોશિએશન ઑફ ઇન્ડિયા રાયને રિલાયન્સ જિયો -જીએસટીની સાથે મળીને એક સમજૂતી કરી છે. જેના હેઠળ રિટેલ ધંધાદારીઓ માટે ગુડ્‌સ ઍન્ડ સર્વિસ ટૅક્સનું પાલન કરવામાં સરળતા મળી રહે તે માટે એક મોબાઈલ ઍપ બૅઝ્‌ડ સોલ્યુશન લૉન્ચ કર્યુ છે. આ સાથે જ જિયો પોતાના ગ્રાહકોને એક જિયો સ્ટાર્ટર કિટ આપી રહી છે.આ કિટમાં એક વર્ષ માટે જિયો જીએસટી સૉફ્ટવેર સૉલ્યુશન, જિયો હ્લૈ રાઉટર અને એક વર્ષ માટે અનલિમિટેડ કૉલિંગ અને ૨૪જીબી ડૅટા મળશે. આ સંપૂર્ણ કિટની કિંમત ૧૯૯૯ રૂપિયા રખાઈ છે. કસ્ટમર આ કિટને ઇએમઆઇ પર પણ ખરીદી શકે છે જેનો હપ્તો ૯૫.૦૩ રૂપિયાથી શરૂ થશે.રિલાયન્સ જિયો એ જણાવ્યું છે કે જિયો જીએસટી એક એવું સોલ્યુશન છે જે રિટેલર્સને જીએસટી કાયદા જોગવાઈન અનુસાર દરેક પ્રકારના ડૉક્યુમેન્ટસ, ટૅક્સનું વિવરણ દાખલ કરવાનું અને તમામ નિયમોનું પાલન કરવામાં મદદ કરશે. આ સોલ્યુશનનો મુખ્ય ઉદ્દેશ નાના દુકાનદારોને નવી કરપ્રણાલીને આસાનીથી અપનાવવામાં મદદ કરવાનો છે.કંપની અનુસાર જિયો જીએસટી એક વ્યાપક ડિજિટલ સમાધાન છે જેમાં બિલિંગની પૂરી પ્રક્રિયા, બિલિંગ અને જીએસટી રિટર્ન ફાઈલિંગ અને સમીક્ષા શામેલ છે. આ માટે નવા યુઝરે જિયો જીએસટીડોટ કોમપર કરદાતા ખાતા નંબર બનાવીને જિયો જીએસટી ઍપ્લિકેશન ઇન્સ્ટોલ કરવાની રહેશ.

Related posts

ઇક્વિટી મ્યુચ્યુઅલ ફંડનો આંક ૮૦૦૦૦ કરોડ થયો

aapnugujarat

પૉલિસી લીધાના ત્રણ મહિનામાં જ મૃત્યુ થશે તો પણ વળતર તો મળશે !

aapnugujarat

૧૦ કંપનીઓ પૈકી ૮ની મૂડી ૬૨,૯૯૮ કરોડ વધી

aapnugujarat

Leave a Comment

UA-96247877-1