Aapnu Gujarat
બિઝનેસ

રિલાયન્સ જિયોએ ટેલિકૉમ કંપનીઓને ૪જી સ્પીડના મામલામાં પાછળ છોડી

રિલાયન્સ જિયોએ ફરી એક વખત ટેલિકૉમ કંપનીઓને ૪જી સ્પીડના મામલામાં પાછળ છોડી દીધી છે.
ટેલિકૉમ રેગ્યુલેટરી ઓથૉરિટી ઑફ ઇન્ડિયાની નવી રિપોર્ટ અનુસાર, મે ૨૦૧૭માં જિયોની ડાઉનલોડિંગ સ્પીડ ૧૮.૮૦૯ એમબીપીએસ રહી છે. આ પાંચમી વખત છે જ્યારે જિયોએ સતત દેશની તમામ ટેલિકૉમ કંપનીઓને ૪જી ડાઉનલોડિંગ સ્પીડમાં પાછળ છોડી દીધી છે. તમને જણાવી દઇએ કે, એપ્રિલમાં જિયોની ડાઉનલોડિંગ સ્પીડ ૧૯.૧૨ એમબીપીએસ હતી.રિલાયન્સ જિયો બાદ ૪જી ડાઉનલોડિંગ સ્પીડમાં વોડાફોન બીજા નંબરે આવે છે. ૧૨.૨૮ એમબીપીએસની સ્પીડની સાથે વોડાફોન બીજા નંબરે, ૧૧.૬૮ એમબીપીએસની સ્પીડની સાથે આઇડિયા સેલ્યુલર ત્રીજા નંબર પર જ્યારે દેશની સૌથી મોટી ટેલિકૉમ કંપની એરટેલ ૮.૨૪ એમબીપીએસની સ્પીડની સાથે છેલ્લા નંબરે છે.જ્યારે ૩જી સ્પીડની વાત કરવામાં આવે તો વોડાફોન ૫.૬૫ એમબીપીએસની ડાઉનલોડિંગ સ્પીડની સાથે પ્રથમ નંબરે, આઇડિયા ૩.૫૯ સ્હ્વજ સ્પીડની સાથે બીજા નંબરે અને ૩.૫૩ એમબીપીએસની સ્પીડની સાથે એરટેલ ત્રીજા નંબરે છે. જ્યારે એરસેલની ૩ય્ ડાઉનલોડિંગ સ્પીડ ૨.૩૬ એમબીપીએસ રહી હતી.

Related posts

ફ્લિપકાર્ટના ફાઉન્ડર સચિન બંસલે ચુકવ્યો ૬૯૯ કરોડનો ટેક્સ

aapnugujarat

કિંમતો કાબુમાં લેવા ટૂંકમાં પગલા લેવાશે : ધર્મેન્દ્ર પ્રધાન

aapnugujarat

ભારતના આર્થિક વૃદ્ધિ દરમાં હજુ ઘટાડો થાય તેવી શક્યતા : વિશ્વ બેન્ક

editor

Leave a Comment

UA-96247877-1