Aapnu Gujarat
ગુજરાત

નરોડા ગામ હિંસા કેસ : અજાણ્યા ટોળાએ પિતા-પુત્રને પથ્થરમારો કરી મારી નાંખ્યા હતાં : વધુ ત્રણ સાક્ષીઓની જુબાની

નરોડા ગામના રાયોટીંગ કેસના ટ્રાયલમાં આજે વધુ ત્રણ સાક્ષીઓની જુબાની લેવાઇ હતી, જે પૈકી બે સાક્ષીઓએ પોતાની જુબાનીમાં ફરી એ વાત સ્પષ્ટ કરતાં જણાવ્યું હતું કે, બનાવના દિવસે મુસ્લિમ પિતા-પુત્ર ઘાતક હથિાયરો સાથે ટોળાની પાછળ પડયા હતા અને બાદમાાં, ટોળાએ પથ્થરમારો કરી મુસ્લિમ પિતા-પુત્રની હત્યા કરી હતી પરંતુ આ ટોળામાં વિહિપના ડો.જયદીપ પટેલ, માયાબહેન કોડનાની, બાબુ બજરંગી સહિતના આરોપીઓ સામેલ ન હતા. આ સાક્ષીઓ બનાવના દિવસે મુસ્લિમ પરિવારોને નરોડા ગામમાં ભરવાડ વાસ ખાતે સાંજ સુધી આશરો આપ્યાની માનવીય અભિગમની વાત પણ આજે જુબાની દરમ્યાન સામે આવી હતી. એક સાક્ષીએ પોતાની જુબાનીમાં એમ પણ જણાવ્યું હતું કે, ટાળાએ મુસ્લિમોના ઘરોમાં કોઇ તોડફોડ કરી ન હતી કે, સળગાવ્યા ન હતા. કોર્ટે ત્રણેય સાક્ષીઓની જુબાની અને ઉલટતપાસ રેકર્ડ પર લઇ કેસની વધુ સુનાવણી તા.૫મી જૂનના રોજ રાખી હતી. નરોડા ગામના આરોપીઓ તરફે બચાવપક્ષના સાક્ષી તરીકે કાળુભાઇ ભરવાડે કોર્ટ સમક્ષની પોતાની જુબાનીમાં જણાવ્યું હતું કે, હું નરોડા ખાતે રહું છું. બનાવના દિવસે હુું નારાયણની ચાલીના નાકે ઉભો હતો ત્યારે અજાણ્યુ ટોળુ નરોડા પોલીસ સ્ટેશન તરફથી આવ્યું હતું અને કુંભારવાસમાં ગયુ હતું. પાંચ જ મિનિટમાં ટોળુ દોડતુ બહાર આવ્યું હતું, તેમની પાછળ ગુડલક ટાયરવાળા મહંમદભાઇ અને તેમનો પુત્ર હાથમાં પાઇપ અને કટાર લઇ જાહેરમાં દોડતા હતા. મહંમદભાઇ અને તેમનો પુત્ર ગુડલક ટાયર પાસે આવ્યા ત્યારે ટોળાના માણસોએ તેમને ઘેરી લીધા હતા અને પથ્થરમારો કરી પતાવી દીધા હતા. આ ટોળામાં ડો.જયદીપ પટેલ, માયા કોડનાની સહિતના આરોપીઓ સામેલ ન હતા. પ્રોસીકયુશન પક્ષ તરફથી કરાયેલી ઉલટતપાસમાં આ સાક્ષીએ જણાવ્યું કે, નારાયણ ચાલીમાં રહેતા મુસ્લિમોના ઘરોમાં કોઇ તોડફોડ થઇ ન હતી. સવારથી નરોડા ગામમાં પોલીસ બંદોબસ્ત ન હતો પરંતુ પોલીસની ગાડીઓ ફરતી દેખાતી હતી. સવારે ૮-૩૦ વાગ્યે ટોળા ભેગા થયાની વાત ખોટી છે. ગુડલક ટાયર ઉપરાંત ટોળાએ મનહર વોશીંગ નામની દુકાન પણ તોડી હતી. ટોળાની પાછળ મહંમદભાઇ અને તેમનો પુત્ર પડયા ત્યારે એક-બે વ્યકિતને ઇજા પણ પહોંચી હતી. દરમ્યાન કનુભાઇ ભરવાડ નામના બીજા સાક્ષીએ જુબાનીમાં જણાવ્યું કે, એ દિવસે સવારે ૯-૪૫ વાગ્યે મકસુદ, યુનુસ, આબીદ સહિત ૨૫થી વધુ મુસ્લિમો તેમના ઘેર આવ્યા હતા અને થોડો સમય રોકાઇ ભરવાડવાસમાં ગયા હતા. જયારે ૧૦-૪૫ વાગ્યે અબ્દુલરઝાક ઉર્ફે રાજુ આવ્યો હતો, તેના હાથમાં ચપ્પુ હતુ, તે ૧૫ મિનિટ મારા ઘેર રોકાયા બાદ ભરવાડવાસમાં ગયો હતો. સાંજે ૬-૩૦ વાગ્યે હું જ આ લોકોને પોલીસમથકમાં લઇ ગયો હતો ત્યારે આસપાસના મકાનોમાં કોઇપણ જાતનું નુકસાન થયું ન હતું. અબ્દુલસત્તારના મકાનને પણ નહી. બીજા આરોપી સંજય, રાકેશ વ્યાસ વતી એડવોકેટ રાજેશ મોદીએ જુબાની લીધી હતી. જેમાં સાક્ષીએ જણાવ્યું કે, તે આખો દિવસ જોગણી માતાના મંદિર પાસે હતો અને તે દરમ્યાન રાકેશ કે સંજયને તેણે જોયા ન હતા. ઉલટતપાસમાં સાક્ષીએ જણાવ્યું કે, મુસ્લિમો ડરેલા હતા અને તેથી જ મારા ઘેર આવ્યા હતા. ડરના કારણે તેઓ ભરવાડવાસમાં ગયા હતા. આ સિવાય મયુર પટેલ નામના સાક્ષીએ પણ પોતાની જુબાનીમાં ડો.જયદીપ પટેલ સહિતના આરોપીઓ ટોળામાં હાજર નહી હોવાની અને અજાણ્યા ટોળાએ બે વ્યકિતઓને પથ્થરમારો કરી પતાવી દીધા હોવાની વાતને સમર્થન આપ્યું હતું.
તેણે ઉલટતપાસમાં જણાવ્યું કે, બનાવના દિવસે ૯-૩૦ના અરસામાં નરોડા ગામ પાસે ઉભેલા ટોળામાં બૂમાબૂમ થતી હતી. હું મારી દુકાને કોઇ નુકસાન ના કરે તે જોવા ઉભો હતો. પરંતુ ટોળાએ મુસ્લિમોના ઘરોમાં કોઇ તોડફોડ કરી ન હતી કે તેમના મકાનો સળગાવ્યા ન હતા.
(અનુસંધાન નીચેના પાને)

Related posts

ભાવનગર જિલ્લામાં સારો વરસાદ થતાં ખેડૂતોએ વાવણી શરૂ કરી

aapnugujarat

सरकारी वाहन में ३ पुलिसकर्मी जुआ खेलते हुए गिरफ्तार हुए

aapnugujarat

दीनू बोघा सहित सात आरोपियों को आजीवन कारावास की सजा

aapnugujarat

Leave a Comment

UA-96247877-1