Aapnu Gujarat
ગુજરાત

ગુજરાતમાં થયેલું પરિવર્તન રાજનીતિની નવી ફિલોસોફી : ભૂપેન્દ્ર યાદવ

ગુજરાતના પ્રભારી ભૂપેન્દ્ર યાદવે ગુજરાતના કરેલા નવા પ્રયોગને પંજાબમાં કોંગ્રેસે કરેલા નેતૃત્વ પરિવર્તનને અલગ ગણાવ્યો હતો. તેમણે કહ્યું કે કોંગ્રેસમાં વર્ષ ૧૯૭૭ થી ૧૯૯૦ સુધી બિહારમાં દર આઠ-નવ મહિનામાં મુખ્યમંત્રી બદલાયા છે. પરંતુ અમારો બદલાવ અલગ છે. અમે ગુજરાતમાં લાંબા સમયથી સત્તામાં છીએ, તેથી કેટલાક વરિષ્ઠ નેતાઓ લાંબા સમયથી મંત્રી હતા. તેઓએ નવા ચહેરાઓને તક આપવાનું નક્કી કર્યું. સમગ્ર મંત્રી મંડળે પક્ષ માટે કામ કરવાનું અને સરકારમાં નવા ચહેરાઓ સાથે ચૂંટણીમાં જવાનું નક્કી કર્યું છે.ગુજરાતમાં સરકારના સંપૂર્ણ મંત્રીમંડળને બદલવાનો ર્નિણય ભાજપની (મ્ત્નઁ) કેન્દ્ર અને રાજ્ય નેતાગીરીનો સામૂહિક ર્નિણય હતો. જેના થકી નવા નેતાગીરીને આગળ ધપાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. આ બાબત કેન્દ્રીય મંત્રી અને ભાજપના મહામંત્રી ભૂપેન્દ્ર યાદવે એક સમાચાર પત્રના કાર્યક્રમમાં કહી હતી. ગુજરાત ભાજપના પ્રભારી ભૂપેન્દ્ર યાદવે કહ્યુ કે જેમાં નવા નેતાઓ સરકારને સંભાળશે અને સિનિયર નેતાઓ ગુજરાત વિધાનસભાની આગામી વર્ષે યોજાનારી વિધાનસભા ચુંટણી પૂર્વે પક્ષના સંગઠનમાં કામ કરશે. આ પ્રયોગને ભારતીય રાજનીતિની નવી ફિલોસોફી ગણાવતા તેમણે કહ્યું કે આ અન્ય પક્ષો માટે પણ એક મોડેલ છે અને તેનાથી લોકતંત્ર વધુ મજબૂત બનશે. તેમણે કહ્યું કે આ પરિવર્તનને અલગ દ્રષ્ટિકોણથી પણ જાેવાની જરૂર છે. જેના લીધે વિધાનસભા ક્ષેત્રની અસ્થિરતા ઓછી થશે. તેનાથી ક્રાઇસીસ મેનેજમેન્ટ અને કેપીસીટી બિલ્ડિંગ પણ વધશે અને તેમજ તેમના ઉદેશમાં પણ બદલાવ આવશે. દેશમાં અનેક ચુંટણીઓ જાેઇ ચૂકેલા સિનિયર નેતાએ જણાવ્યું કે પક્ષમાં કોઇ પણ પદ મેળવવા માટે ૭૫ વર્ષથી વધારેની ઉંમરને ધ્યાનમાં રાખવી અને તેમના કુટુંબના સભ્યને તેની બદલે પોસ્ટ આપવી એ બધુ આ પ્રયોગનો એક ભાગ છે. તેમજ દરેક પક્ષ આ પ્રકારના નિયમો સમયાંતરે બદલે છે. ગુજરાતના પ્રભારી ભૂપેન્દ્ર યાદવે એ આક્ષેપને રદિયો આપ્યો હતો કે કોરોનાની બીજી લહેરના સરકારના ગેરવહીવટના લીધે ઉભા થયેલા આક્રોશ અને વિરોધને ખાળવા માટે આ પરિવર્તન કરવામાં આવ્યું છે. મોદી સરકાર પર વારંવાર કેન્દ્રમાં સત્તાને એકીકૃત કરવાનો આરોપ લાગ્યો હતો. જેમાં પક્ષના પ્રાદેશિક નેતાઓનો પણ સાઈડ લાઇન કરવાનો સમાવેશ થાય છે. જેના જવાબમાં યાદવે કહ્યું હતું કે વડા પ્રધાન રાષ્ટ્રીય મહત્વાકાંક્ષા અને પ્રાદેશિક આકાંક્ષા માં વિશ્વાસ રાખે છે. ભાજપની સહયોગી એનપીપીના સંદર્ભમાં બોલતા તેમણે કહ્યું કે કોનરાડ સંગમાના નેતૃત્વમાં આગામી મણિપુર ચૂંટણીમાં તમામ બેઠકો પર ચૂંટણી લડવાનો ર્નિણય કર્યો છે. પીએમ મોદી પ્રાદેશિક શક્તિઓ અને નેતૃત્વને મજબૂત કરવામાં વિશ્વાસ રાખે છે.

Related posts

ગુજરાતમાં વરસાદ પડવાની હવામાન વિભાગની આગાહી

aapnugujarat

સુરત: મોજશોખ પુરા કરવા માટે વાહનોની ચોરી કરનાર ગેન્ગ ઝડપાઇ

aapnugujarat

ગૃહ રાજ્યમંત્રી પ્રદીપસિંહ જાડેજાએ ડભોઇના વઢવાણા અને કુકડ ગામોમાં જળ સંચય કામોનું નિરીક્ષણ કર્યું

aapnugujarat

Leave a Comment

UA-96247877-1