Aapnu Gujarat
આંતરરાષ્ટ્રીય સમાચાર

નોર્થ કોરિયાએ ફરીથી કર્યુ બેલિસ્ટિક મિસાઈલનું પરિક્ષણ

એક તરફ ચીન અને અમેરિકા વચ્ચે નોર્થ કોરિયાના પરમાણું પરિક્ષણને લઈને ટેન્શનમાં છે, તો બીજી બાજુ નોર્થ કોરિયાએ ફરી બેલિસ્ટિક મિસાઈલનું પરિક્ષણ કર્યું છે.
દક્ષિણ કોરિયા અને જાપાને આ મિસાઈટ ટેસ્ટની પુષ્ટી કરી છે. સાઉથ કોરિયાની આર્મીએ દાવો કર્યો કે પ્યોંગયાંગે અજાણી બેલિસ્ટિક મિસાઈલનો ટેસ્ટ કર્યો જે જાપાનના દરિયામાં પડી હતી. આ વખતેના પરિક્ષણથી નોર્થ કોરિયાનો સપોર્ટ કરતું ચીન પણ નારાજ થયું છે અને કહ્યું કે સમગ્ર વિસ્તારમાં ગમે ત્યારે યુદ્ધ ફાટી નિકળે તેવી સ્થિતિ છે. બીજી બાજુ ટ્રમ્પે પણ ટ્‌વીટ કરી મિસાઈસ ટેસ્ટની આલોચના કરી છે. ેંદ્ગમાં ચીનના રાજદૂતે કહ્યું કે નોર્થ કોરિયા સાથે તણાવ દૂર ન કરાયો તો તેનું પરિણામ ગંભીર અને વિનાશકારી હશે. ચીનનું કહેવું છે કે જો ટૂંક સમયમાં જ આ સમસ્યાનું સમાધાન ન કરાયું તો સ્થિતિ કાબૂની બહાર જતી રહેશે. ટ્રમ્પ દ્વારા નોર્થ કોરિયા મામલે શી જિનપિંગ સાથે વાતચીતના એક દિવસ બાદ રાજદૂત લ્યૂ જેઈએ આ નિવેદન આપ્યું છે. જેઈએ કહ્યું કે હાલ પશ્ચિમિ દેશો અને ઉત્તર કોરિયા વચ્ચે તણાવ થોડા સમય પહેલા જ અમેરિકન પ્રેસિડન્ટે ટ્‌વીટ કરી કહ્યું હતું કે નોર્થ કોરિયાને ગેરકાયદે મિસાઈલ ટેસ્ટ કરતું રોકવામાં ચીન નિષ્ફળ રહ્યું છે.

Related posts

એસ્ટ્રાઝેનેકા વેક્સિનથી લોહી ગંઠાઈ જવાની ફરિયાદો જૂજ કેસમાં જોવા મળી શકે : WHO

editor

વર્ષ-૨૦૫૦ સુધીમાં ઇસ્લામમાં માનનારાઓની સંખ્યા દુનિયામાં સૌથી વધુ થઇ જશે

aapnugujarat

भारतीय मूल के डॉ. रितेश टंडन को नासा ने किया सम्मानित

aapnugujarat

Leave a Comment

UA-96247877-1