Aapnu Gujarat
રાષ્ટ્રીય

ગુજરાત સહિતના રાજ્યોમાં ખેડૂત મુદ્દાઓ રાહુલ ઉઠાવશે

૧૮ દિવસના વિદેશી વેકેશન બાદ કોંગ્રેસના ઉપપ્રમુખ રાહુલ ગાંધી પ્રદેશ પરત ફરી ચુક્યા છે અને હવે ખેડૂતોની તકલીફોને લઇને આક્રમક આંદોલન શરૂ કરે તેવી શક્યતા દેખાઈ રહી છે. ભારતીય જનતા પાર્ટી શાસિત રાજ્યોમાં ખેડૂતોના વિષયને ઉઠાવવા માટે રાહુલ ગાંધી સંપૂર્ણ પણે તૈયાર છે. મળેલી માહિતી મુજબ રાહુલ ગાંધી ગુજરાત, રાજસ્થાન, મધ્યપ્રદેશ, છત્તીસગઢ અને મહારાષ્ટ્રમાં આક્રમક ખેડૂત કાર્યક્રમો યોજવા માટે તૈયાર છે. રાહુલ ગાંધી તમામ પ્રકારની તૈયારી કરી ચુક્યા છે. કોંગ્રેસના હરિયાણા, મધ્યપ્રદેશ, રાજસ્થાન, તેલંગાણા, ગુજરાત અને મહારાષ્ટ્ર સહિતના રાજ્યોમાં મહાપંચાયતનું આયોજન કરવામાં આવી રહ્યું છે. આ રાજ્ય એકમોને રાહુલ ગાંધીને વાસ્તવિક સ્થિતિ અંગે જાણ કરવા કહેવામાં આવ્યું છે.
મધ્યપ્રદેશમાં કોંગ્રેસ પાર્ટીએ ૧૦ દિવસ લાંબી કિસાન યાત્રા યોજવાનો નિર્ણય કરાયો છે જે ૧૦મી જુલાઈના દિવસે પુરી થશે. મહારાષ્ટ્ર કોંગ્રેસમાં પણ આક્રમક યોજના તૈયાર કરાઈ છે. ૯મી જુલાઈના દિવસે આ કાર્યક્રમ યોજવામાં આવશે. ઉત્તર પ્રદેશમાં પાર્ટી વડા રાજ બબ્બર ખેડૂતોની દુદર્શાને સાંભળવા નાના ગામોમાં બેઠક યોજશે. ભાજપ શાસિત રાજ્યો ઉપરાંત કોંગ્રેસ પાર્ટી તમિળનાડુમાં પણ વિરોધ પ્રદર્શન અને રેલી કરવા માટે તૈયાર છે. રાહુલ ગાંધી નાની અને તેના પરિવારની સાથે વિદેશમાં સમય ગાળી ચુક્યા છે. રાહુલ ગાંધી શનિવારના દિવસે પરત ફર્યા હતા. રાહુલ ગાંધી ૧૩મીજૂનના દિવસે વિદેશ વેકેશન માટે રવાના થયા હતા. રાહુલ ગાંધીએ પોતાની વિદેશ યાત્રા દરમિયાન જ ૧૯મી જૂનના દિવસે પોતાના ૪૭માં જન્મદિવસની ઉજવણી કરી હતી. રાહુલ ગાંધીને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ શુભેચ્છા પાઠવી હતી. રાહુલ ગાંધી પ્રદેશ પરત ફર્યા બાદ હવે આક્રમક મૂડમાં આવી ચુક્યા છે. ખેડૂતોના મુદ્દાઓને જોરદારરીતે ઉઠાવવાની તૈયારી પણ રાહુલ ગાંધી કરી ચુક્યા છે.

Related posts

15 રાજ્યોના 81 કરોડ રાશનકાર્ડધારકોને ફાયદો

editor

राष्ट्रपति शासन थोपना जनादेश का अपमान होगा : राउत

aapnugujarat

શ્રીનગર સેન્ટ્રલ જેલમાં એનઆઈએની ઉંડી તપાસ

aapnugujarat

Leave a Comment

UA-96247877-1