Aapnu Gujarat
રાષ્ટ્રીય

હવે ચીફ ઇલેક્શન કમિશનર તરીકે અચલકુમારની નિમણૂંક

અચલકુમાર જ્યોતિની દેશના આગામી ચીફ ઇલેક્શન કમિશનર તરીકે નિમણૂંક કરવામાં આવી છે. આની સાથે જ છેલ્લા કેટલાક દિવસથી ચાલી રહેલી ચર્ચાઓનો અંત આવી ગયો છે. અચલકુમાર જ્યોતિ છઠ્ઠી જુલાઈના દિવસે નિવૃત્ત થઇ રહેલા નસીમ ઝેદીની જગ્યા લેશે. નસીમ ઝેદીએ ૧૯મી એપ્રિલ ૨૦૧૫ના દિવસે ભારતના ૨૦માં ચીફ ઇલેક્શન કમિશનર તરીકેની જવાબદારી સંભાળી હતી. ૬૪ વર્ષીય જ્યોતિ ૧૯૭૫ની બેચના આઈએએસ ઓફિસર છે અને ગુજરાત કેડરના હોવાનું જાણવા મળ્યું છે. જાન્યુઆરી ૨૦૧૩માં સક્રિય સેવામાંથી તેઓ નિવૃત્ત થયા હતા. ગુજરાતના પૂર્વ ચીફ સેક્રેટરી તરીકે તેઓ સેવા આપી ચુક્યા છે. ત્રણ સભ્યોની પેનલમાં ૭મી મે ૨૦૧૫ના ઇલેક્શન કમિશનર તરીકે તેમની નિમણૂંક કરવામાં આવી હતી ત્યારબાદથી તેઓ સતત સક્રિય હતા. ગુજરાત સાથે સંકળાયેલા હોવાના કારણે તેમની નિમણૂંક કરાયા બાદ ભારે ચર્ચા જોવા મળી રહી છે. ડિસેમ્બર મહિનામાં ગુજરાત વિધાનસભાની ચૂંટણી પણ યોજાનાર છે. આગામી દિવસોમાં હિમાચલ પ્રદેશમાં પણ વિધાનસભાની ચૂંટણી પણ યોજાનાર છે. અચલકુમાર જ્યોતિ વ્યાપક અનુભવ ધરાવે છે. જુદા જુદા હોદ્દા પર કામ કરી ચુક્યા છે. ઝેદી છઠ્ઠી જુલાઈોના દિવસે વિધિવતરીતે નિવૃત્ત થઇ રહ્યા છે. મુખ્ય ચૂંટણી કમિશનર તરીકેની જવાબદારી મળી ગયા બાદ પ્રાથમિકરીતે અચલકુમાર દ્વારા કોઇ પ્રતિક્રિયા આપવામાં આવી નથી પરંતુ તેમની સામે આગામી દિવસોમાં ઘણા પડકારો રહેશે તેમાં કોઇ બે મત નથી. પોતાની જવાબદારીને લઇને અચલકુમાર સંપૂર્ણપણે આશાવાદી બનેલા છે.

Related posts

પેન્શન સુવિધા મામલે ભારત ૩૪ દેશનાં લીસ્ટમાં ૩૩માં સ્થાને

aapnugujarat

રામ મંદિરની સુનાવણી ટાળનાર જજના ઘર પર સાધુ-સંતો હલ્લાબોલ કરે : ઈન્દ્રેશકુમાર

aapnugujarat

મંદિરનો મામલો જીતીશું અને કલમ ૩૭૦ દૂર થશે : સ્વામી

aapnugujarat

Leave a Comment

UA-96247877-1