Aapnu Gujarat
રાષ્ટ્રીય

અમરનાથ યાત્રા : ૭૦ હજાર શ્રદ્ધાળુઓ દ્વારા દર્શન કરાયા

દક્ષિણ કાશ્મીરના અમરનાથ ગુફામાં સ્થિત શિવલિંગના દર્શન કરવા માટે શ્રદ્ધાળુઓનો ધસારો ખરાબ હવામાન હોવા છતાં જારી રહ્યો છે. બીજી બાજુ અમરનાથ યાત્રામાં વધુ બે શ્રદ્ધાળુઓના મોત થયા છે. આની સાથે જ મોતનો આંકડો વધીને છ ઉપર પહોંચી ગયો છે. ગુફામાં દર્શન કર્યા બાદ કર્ણાટકના નિવાસી ૭૩ વર્ષીય ચંદ્રશેખર બેભાન થઇ ગયા હતા. તેમને બેઝકેમ્પમાં ખસેડવામાં આવ્યા બાદ મૃત જાહેર કરાયા હતા. અંતિમ સંસ્કાર માટે તેમના મૃતદેહને પરિવારને સોંપાઈ દેવાયો છે. બીજી બાજુ ગુફાથી પરત ફરતી વેળા એકેટ આવતા ઉઉત્તર પ્રદેશના ૫૯ વર્ષીય શિવકાંત મિશ્રાનું અવસાન થયું છે. અમરનાથ યાત્રા ૨૯મી જૂનના દિવસે શરૂ થઇ હતી. ૪૦ દિવસ સુધી આ યાત્રા ચાલનાર છે. ૭મી ઓગસ્ટે પૂર્ણ થશે. અનંતનાગમાં પહેલગામ અને ગંદરબાલ જિલ્લાના બાલતાલ ખાતેથી આ યાત્રા ચાલી રહી છે.
અભૂતપૂર્વ સુરક્ષા વ્યવસ્થા વચ્ચે ૨૯મી જૂનના દિવસે અમરનાથ યાત્રા શરૂ કરવામાં આવી હતી. એક સરકારી પ્રવક્તાએ માહિતી આપતા કહ્યું છે કે, યાત્રામાં હજુ સુધી ૭૦૦૦૦ શ્રદ્ધાળુઓએ અમરનાથના દર્શન કર્યા છે. હાલમાં પશ્ચિમ બંગાળના ૭૨ વર્ષીય તીર્થયાત્રીનું ગુફા તરફ દોરી જતા માર્ગ ઉપર હાર્ટએટેકના કારણે મૃત્યુ થયું છે. ખરાબ હવામાન અને વરસાદના કારણે અમરનાથ યાત્રાને હાલમાં કામચલાઉ ધોરણે રોકવામાં આવી હતી પરંતુ સ્થિતિમાં સુધારો થતાં યાત્રા ફરી આગળ વધી છે. અમરનાથ યાત્રા ૪૦ દિવસ સુધી ચાલનાર છે. રક્ષાબંધનના દિવસે અમરનાથ યાત્રાની પરંપરાગતરીતે પૂર્ણાહૂતિ થશે. અમરનાથ યાત્રા દરમિયાન કોઇ અનિચ્છનીય બનાવ ન બને તે માટે પુરતી સંખ્યામાં સુરક્ષા જવાનો ગોઠવવામાં આવ્યા છે. શ્રદ્ધાળુઓના કાફલા સાથે પણ સુરક્ષા જવાનો રાખવામાં આવી રહ્યા છે. આગામી દિવસોમાં પણ આ સ્થિતિ યથાવત રહેશે. ગઇકાલે અમરનાથ યાત્રાના શ્રદ્ધાળુઓને સુરક્ષા આપનાર કાફલા ઉપર ત્રાસવાદીઓએ અંધાધૂંધ ગોળીબાર કર્યો હતો.

Related posts

2 जी घोटाला : ए राजा को न्यायालय से राहत नहीं

aapnugujarat

ભાજપના સાંસદ સની દેઓલને મળી વાય કેટેગરીની સુરક્ષા

editor

સબરીમાલા મંદિરમાં દર્શન માટે ૧ લાખથી વધુનું બુકિંગ

aapnugujarat

Leave a Comment

UA-96247877-1