શ્રીનગર સેન્ટ્રલ જેલમાં એનઆઈએની ઉંડી તપાસ

Font Size

એનઆઈએ દ્વારા આજે શ્રીનગર સેન્ટ્રલ જેલ ઉપર દરોડા પાડવામાં આવ્યા હતા અને બે ડઝનથી વધારે મોબાઇલ ફોન, જેહાદી સાહિત્ય અને પાકિસ્તાની ફ્લેગ કબજે કરવામાં આવતા સનસનાટી મચી ગઈ હતી. પાકિસ્તાની સાહિત્ય મળી આવ્યા બાદ આમાં તપાસ હાથ ધરવામાં આવી છે. જેલના પ્રવક્તાએ માહિતી આપતા કહ્યું છે કે, બાતમી મળ્યા બાદ એનઆઈએની ૨૦ ટીમોએ એક સાથે દરોડા પાડ્યા હતા. જેલની અંદર તમામ જગ્યાઓ ઉપર ઉંડી ચકાસણી કરવામાં આવી હતી. જમ્મુ કાશ્મીર પોલીસ, સીઆરપીએફ, એનએસજી દ્વારા તપાસ કરવામાં આવી હતી. આ ટીમોએ તપાસ કરી ત્યારે તેમની સાથે મેજિસ્ટ્રેટ, સાક્ષીઓ અને તબીબો પણ રહ્યા હતા. અહેવાલમાં જણાવવામાં આવ્યું છે કે, એનઆઈએની ટુકડીને ૨૫થી વધારે મોબાઇલ ફોન, કેટલાક સીમ કાર્ડ, પાંચ એસડી કાર્ડ, પાંચ પેનડ્રાઇવ, આઈપોડ અને મોટી સંખ્યામાં વાંધાજનક દસ્તાવેજો અને લેખનો સમાવેશ થાય છે. ત્રાસવાદી સંગઠન હિઝબુલ મુઝાહિદ્દીનનું પોસ્ટર, પાકિસ્તાની ફ્લેગ અને જેહાદી સાહિત્ય કબજે કરવામાં આવ્યા હતા. વહેલી સવારે તપાસની શરૂઆત થયા બાદ દિવસ દરમિયાન આ તપાસ ચાલી હતી. તમામ બેરેક અને ઓપન ગ્રાઉન્ડમાં મેટલ ડિટેક્ટરો મારફતે તપાસ કરવામાં આવી હતી. સમગ્ર ઓપરેશન ઉપર ડ્રોન મારફતે નજર પણ રાખવામાં આવી હતી. હાલમાં જ કુંપવારા પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવેલા ડેનિસ ગુલામ લોન અને સોહેલ અહેમદની ધરપકડના મામલામાં આ તપાસ થઇ હતી. તપાસ દરમિયાન એવું જાણવા મળ્યું હતું કે, અલબદરના નવેસરના યુવાનોને કાવતરા હેઠળ તાલીમ આપવામાં આવી રહી છે. જેલની અંદર ગતિવિધિ ચાલી રહી હોવાની માહિતી પણ મળી હતી. ફરાર થયેલા નાવીદ જટના મામલામાં પણ તપાસ થઇ હતી.

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *