રિટેલ ફુગાવો ચાર માસની નીચી સપાટીએ : મોંઘવારીમાં ઘટાડો

Font Size

રિટેલ ફુગાવો અથવા તો કન્ઝ્‌યુમર પ્રાઇઝ ઇન્ડેક્સ ઉપર આધારિત ફુગાવો ઘટીને ચાર મહિનાની નીચી સપાટીએ પહોંચ્યો છે. રિટેલ ફુગાવો ૪.૪૦ ટકાની નીચી સપાટીએ પહોંચી ગયો છે. મોંઘવારીમાં ઘટાડો થતાં મધ્યવર્ગને પણ રાહત થઇ છે. ફેબ્રુઆરી મહિનામાં ૪.૪૦ ટકાનો ફુગાવો નોંધાયો છે. આજે શેરબજારમાં કારોબાર પૂર્ણ થયા બાદ રિટેલ ફુગાવાના આંકડા જારી કરવામાં આવ્યા હતા. આંકડા દર્શાવે છે કે, નવેમ્બર ૨૦૧૭માં રિટેલ ફુગાવો ૪.૮૮ ટકા હતો ત્યારબાદથી આ સૌથી નીચી સપાટી છે. અપેક્ષા કરતા પણ ફુગાવાનો દર ઓછો રહ્યો છે.
૩૦ ટોપના અર્થશાસ્ત્રીઓએ કહ્યું હતું કે, ફુગાવો ૪.૮૦ ટકાની આસપાસ રહેશે પરંતુ આના કરતા પણ રિટેલ ફુગાવો નીચી સપાટીએ રહ્યો છે. સરકાર દ્વારા જારી કરવામાં આવેલા અન્ય ડેટામાં પણાવવામાં આવ્યું છે કે, જાન્યુઆરી મહિના માટે ઇન્ડસ્ટ્રીયલ પ્રોડક્શનનો આંકડો ડિસેમ્બર મહિનામાં ૭.૧ ટકા હતા જો વધીને ૭.૫ ટકા થયો છે. ફેસ્ટ્રી ઉત્પાદનનો આંકડો પણ વધી ગયો છે. નિષ્ણાતોની આગાહી કરતા પણ આ આંકડો વધ્યો છે. પોલમાં આ આંકડો ૬.૭ ટકા દર્શાવવામાં આવ્યો હતો. ફુગાવાના દરમાં ઘટાડો થવા માટે જે કારણો રહ્યા છે તેમાં શાકભાજીની કિંમતોમાં તીવ્ર ઘટાડો પણ કારણરુપ છે. જો કે, રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા દ્વારા રજૂ કરવામાં આવેલા ચાર ટકાના આંકડા કરતા રિટેલ ફુગાવાનો આંકડો હજુ પણ ઉંચી સપાટી ઉપર છે. રિઝર્વ બેંક માને છે કે, ફુગાવો એપ્રિલ-સપ્ટેમ્બરના ગાળા દરમિયાન ૫.૧-૫.૬ ટકાની આસપાસ રહેશે. સામાન્ય વરસાદની આગાહી કરવામાં આવ્યા બાદ રિટેલ ફુગાવો હજુ સારી સ્થિતિમાં રહેવાના સંકેત દેખાઈ રહ્યા છે. રિટેલ ફુગાવો નવી નીચી સપાટીએ પહોંચી જતાં સામાન્ય લોકોને પણ મોટી રાહત મળી છે.

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *