Aapnu Gujarat
ગુજરાત

મહેસાણામાં બટાટાની સારી ખેતી

મહેસાણા જિલ્લામાં આ વર્ષ ખેડૂતો માટે સારું કહી શકાય એવું છે કારણ કોરોના કાળમાં પણ ખેડૂતો સારું ઉત્પાદન મેળવી વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ખેડૂતોની આવક બમણી કરવાના સ્વપ્નને સાકાર કરી રહ્યા છે. જિલ્લાની જો વાત કરવામાં આવે તો આ વર્ષે જિલ્લામાં રવિ પાકનું કુલ ૧૮૮૯૬૭ હેકટરમાં વાવેતર કરવામાં આવ્યું છે જે પૈકી બટાટા ૮૨૬૧, ઘઉં ૭૧૭૫૧, રાઈ ૧૫૩૩૪ હેકટરમાં વાવેતર કરવામાં આવ્યું છે. જિલ્લાના બાગાયત નિયામક ફાલ્ગુન મોઢના જણાવ્યા મુજબ ખેડૂતો હવે પરંપરાગત ખેતી છોડી ને બાગાયતી તથા ફળાઉ ખેતી કરીને સારી આવક ટૂંકા સમય ગાળામાં મેળવી રહ્યા છે. બટાટા એક અગત્યનો શાકભાજીનો રોકડીયો પાક છે.
ધાન્ય પાકોની સરખામણીમાં એકમ વિસ્તાર અને ઓછા સમયમાં વધુ ઉત્પાદન આપે છે. જિલ્લામાં બટાટાનું કુલ ૮૨૬૧ હેકટરમાં વાવેતર કરાયુ છે જેમાં વિજાપુર તાલુકામાં ૭૧૩૫ હેકટરમાં સારી ક્વોલિટીના બટાટાનું વાવેતર કરવામાં આવ્યું છે અને ખેડ ખાતર અને પાણીને કારણે પ્રતિ હેકટર ૨૯ ટન જેટલું ઉત્પાદન ખેડૂતો મેળવી રહ્યા છે અને સારા ભાવ પણ મેળવી રહ્યા છે જ્યારે ખેડુત રંગાજી ઠાકોરે સરકારનો આભાર માનતા જણાવ્યું કે આ વખતે ઉત્પાદન પણ સારું મળ્યું છે અને સારો ભાવ પણ મળ્યો છે. આ વર્ષ એકંદરે સારું છે. આમ સરકારના કૃષિલક્ષી માર્ગદર્શન કાર્યક્રમો અને સરકારી કૃષિ વિભાગ તરફથી ખેડૂતોને જરૂરી માર્ગદર્શન અને મદદ મળતા ખેડૂતો અવનવી ખેતી કરીને સમૃદ્ધ બની રહ્યા છે.
(તસવીર – અહેવાલ :- વિનોદ મકવાણા, મહેસાણા)

Related posts

થૂવાવીના બે વિદ્યાર્થીએ ઓનલાઈન પ્રદર્શનમાં પ્રથમ ક્રમાંક મેળવ્યો

editor

એક સભ્યના વિરોધને કારણે સોસાયટીનું રિડેવલપમેન્ટ ના અટકી શકે : GUJARAT HIGH COURT

aapnugujarat

અ’વાદ એરપોર્ટ પર FASTag કાર પાર્કિંગની સુવિધા શરૂ કરાશે

aapnugujarat

Leave a Comment

UA-96247877-1