Aapnu Gujarat
ગુજરાત

પ્રાંતિજ તાલુકા સેવા સદન ખાતે પ્રજાસત્તાક પર્વની ઉજવણી કરવામાં આવી

પ્રાંતિજ તાલુકા સેવા સદન ખાતે તાલુકા કક્ષાનો ૭૨માં પ્રજાસત્તાક પર્વની ઉજવણી કરવામાં આવી હતી જેમાં પ્રાંતિજ તલોદના પ્રાંત અધિકારી સોનલ બા પઢેરીયા દ્વારા ધ્વજ વંદન કરવામાં આવ્યું હતું તો આ પ્રસંગે પ્રાંતિજ મામલતદાર એચ.પી. ભગોરા, તાલુકા વિકાસ અધિકારી નીતિન પટેલ, તાલુકા શિક્ષણાધિકારી કાળુસિંહ મકવાણા સહિત અધિકારીઓ કર્મચારીઓ તથા નગરજનો ઉપસ્થિત રહ્યા હતાં અને ધ્વજને સલામી આપી હતી. કાર્યક્રમને અનુરૂપ પ્રાંત અધિકારી સોનલ બા પઢેરીયા દ્વારા સંબોધન કર્યું હતું અને નગરજનોને તથા પ્રાંતિજ તાલુકાના લોકોને નંબર આવે ત્યારે કોવિડ -૧૯ ની રસી લેવા અનુરોધ કર્યો હતો. આ પ્રસંગે વુક્ષારોપણ કાર્યક્રમ પણ યોજાયો હતો.


(વિડિયો / અહેવાલ :- ઉમંગ રાવલ, વિજાપુર)

Related posts

વિરમગામ શહેરમાં ભાજપા દ્વારા ૩૯-વિરમગામ વિધાનસભાના વિસ્તારકોની બેઠક યોજાઇ

aapnugujarat

આખરે શંકરસિંહ વાઘેલાનું ધારાસભ્યપદેથી રાજીનામું 

aapnugujarat

जापान के पीएम १३-१४ सितम्बर के दौरान गुजरात की मुलाकात पर

aapnugujarat

Leave a Comment

UA-96247877-1