Aapnu Gujarat
તાજા સમાચારરાષ્ટ્રીય

જસ્ટીસ કર્ણનની જામીન અરજી ઉપર સુનાવણી કરવા સુપ્રીમનો સ્પષ્ટ ઇન્કાર

સુપ્રીમ કોર્ટે કોલક્તા હાઇકોર્ટના નિવૃત જસ્ટીસ સીએસ કર્ણનની જામીન અરજી પર સુનાવણી કરવાનો ે ઇન્કાર કરી દીધો હતો. કર્ણન દ્વારા જામીનની માંગ કરવામાં આવી હતી. સાથે સાથે સુપ્રીમ કોર્ટના સાત જજની બેંચના આદેશને પરત લેવાની પણ માંગ કરવામાં આવી છે. કર્ણનની ૨૦મી જુનના દિવસે સુપ્રીમ કોર્ટના આદેશ બાદ ધરપકડ કરવામાં આવી હતી. ત્યારબાદ જેલ ભેગા કરવામાં આવ્યા હતા. સુપ્રીમ કોર્ટે કન્ટેપ્ટ ઓફ કોર્ટના મામલે કર્ણનને છ મહિનાની જેલની સજા ફટકારી હતી. કર્ણન દ્વારા દાખલ કરવામાં આવેલી અરજીમાં કહેવામાં આવ્યુ હતુ કે જામીન અરજી પર તરત જ સુનાવણી કરવામાં આવે. સાથે સાથે તેમને દોષિત જાહેર કરવાના નિર્ણયને ફગાવી દેવામાં આવે. સુપ્રીમ કોર્ટે કહ્યુ હતુ કે અમે આ રીતે કોઇ મૌખિક વિનંતિને સ્વીકાર કરીશુ નહી. આ મામલે હાલમાં કોઇ વચગાળાના આદેશની જરૂર નથી. ૨૧મી જુનના દિવસે સુપ્રીમ કોર્ટે કર્ણનને રાહત આપવાનો ઇન્કાર કર્યો હતો. ધરપકડના એક દિવસ બાદ સુપ્રીમ કોર્ટ સમક્ષ અરજી દાખલ કરીને જસ્ટીસ કર્ણને સજાને સસ્પેન્ડ કરવા અને વચગાળાના જામીન આપવાની માંગ કરી હતી. સુપ્રીમ કોર્ટની વેકેશન બેંચે કહ્યું હતું કે, આ મામલામાં સાત જજની બેંચ દ્વારા સુનાવણી કરવામાં આવી છે. આવી સ્થિતિમાં ડબલ બેંચ મામલાને સુનાવણી કરી શકે નહીં. આવી સ્થિતિમાં રજા બાદ જ આ મામલાને સંબંધિત બેંચની સમક્ષ રજૂ કરી શકાશે.
રજા બાદ સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટિસ જેએસ ખેહરના નેતૃત્વમાં બેંચ સમક્ષ આ મામલો ઉઠાવવામાં આવ્યો હતો પરંતુ સુપ્રીમ કોર્ટે ઇન્કાર કર્યો છે. સુપ્રીમ કોર્ટે જસ્ટિસ કર્ણનને કોર્ટના તિરસ્કારના મામલામાં છ મહિનાની સજા ફટકારી હતી.

Related posts

વડાપ્રધાન મોદી ૬૬ ટકા સાથે લોકપ્રિયતા મામલે દુનિયામાં પ્રથમ સ્થાને

editor

पद्मावत : राजस्थान में पेट्रोल लेकर ३५० फुट ऊंचे टावर पर चढ़ा युवक

aapnugujarat

बिहार में मजबूती के साथ चुनाव लड़ना चाहती है कांग्रेस

aapnugujarat

Leave a Comment

UA-96247877-1